Gujarat

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની માગણી સાથે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) વહેલી યોજવા માટે કોંગ્રેસ (Congress) દ્વારા આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી રજૂઆત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ ધારાસભ્યો સહિત કોગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલની મુલાકાત લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વહેલી યોજવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને અનામતનો લાભ આપવા રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા 27 વર્ષથી ઓબીસી સમાજ માટે પૂરતું બજેટ ફાળવ્યું નથી. રાજ્યમાં 7,000 થી વધુ ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકા તેમજ 18 તાલુકા પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી. આ ચૂંટણીઓ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માગણી કરી હતી.

Most Popular

To Top