National

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનુ કોરોનાથી નિધન: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દુ:ખ વ્યકત કર્યું

ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress in charge) અને રાજ્યસભાના સાંસદ (rajyasbha mp) રાજીવ સાતવ (rajiv satav)નું રવિવારે કોરોનાથી નિધન (death) થયું હતું રાજીવ સાતવ છેલ્લા કેટલા દિવસોથી કોરોનાની સામે લડી રહ્યા હતા. ત્યારે આ જંગ હારી જતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (rahul gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી (priyanka gandhi)એ તેમના મુત્યુ પર દુ:ખ વ્યકત (express grief) કર્યું હતું..

મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું કોરોનામાં લંગ ફેલિયરના કારણે મુત્યુ થયું છે. તેમની ઉમર 46 વર્ષની હતી અને તે છેલ્લા કેટલાય દિવસોથી કોરોનથી પીડિત હતા. 22 એપ્રિલે રાજીવ સાતવનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (corona report positive) આવ્યો હતો જેના કારણે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી॰

પ્રથમ તેમને કોરોનાના થોડા થોડા લક્ષ્ણો દેખાવા લાગ્યા હતા તેમનો કોરોના રીપોર્ટ કરવાથી ખબર પડી કે તે પોઝિટિવ છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જો કે ત્યાર પછી તેમની હાલત થોડી થોડી સુધરવા લગી હતી, પરંતુ છેલ્લા ઘણા દીવસથી તેમની સ્થિતિ ખરાબ થતી જતી હતી. હોસ્પિટલના કહવા પ્રમાણે રાજીવ સાતવ કોરોનાથી રિકવર થયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. પરંતુ રવિવારે તેમનું નિધન થયું હતું. કોંગેસ સાંસદ રાહુલગાંધીએ રાજીવ સાતવના મુત્યુ પર ખેદ વ્યકત કરતા ટ્વિટરપર કર્યું હતું. કે “મારા મિત્રને ખોવાથી ખૂબ દૂ:ખ છે. તે વિશાળ ક્ષમતાવાળા નેતા હતા જેમણે કોંગ્રેસ આદર્શ સ્થાપિત કર્યું હતું. તેમનું મુત્યુ બધા માટે ખૂબ દૂ:ખદ છે. “

બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તેમના મુત્યુનું દૂ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમણે ટ્વિટ કરીને જાણવ્યુ હતું કે રાજીવ સાતવ જેવા પ્રતિભાસાળી નેતા ખોય નાખ્યા. તે દિલના સાફ અને ઈમાનદાર, કોંગ્રેસના આદર્શ માટે તે હરહમેશાં તૈયાર હતા. વધુમાં તેમણે કહ્યું કે મારી પાશે શબ્દ નથી. તેમની પત્ની અને બાળકો માટે પ્રાથના કરું છું. અને ભગવાન તેમના વિના આગળ વધવાની શક્તિ આપે.

Most Popular

To Top