SURAT

કોરોનાની લહેર વચ્ચે સ્મીમેર અને સિવિલમાં કોરોનાના 36 દર્દીઓના મોત

surat : સુરત શહેરમાં કોરોના ( corona) ની મહામારી હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. જેના કારણે તંત્ર પણ હાશકારાના મૂડમાં જોવા મળી રહ્યું છે. સુરતની મુખ્ય બે સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના 36 દર્દીએ છેલ્લા 24 કલાક દરમિયાન જીવ ગુમાવવો પડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે. સુરત શહેરમાં એક સમયે 1000થી વધુ કેસ નોંધાતા હતા. જે શનિવારે 600ની અંદર થઇ ગયા છે. શહેરના તમામ ઝોનમાં કેસની સંખ્યા પણ ઘટી રહી છે. પરંતુ શહેરમાં શનિવારે આવેલા 598 કેસ પૈકી રાંદેર અને અઠવા ઝોનમાં કેસની સંખ્યા 329 આવી છે. એટલે કે, શહેરમાં કોરોના પોઝિટિવના દર્દીઓ રાંદેર અને અઠવા વિસ્તારમાંથી વધુ આવી રહ્યા છે. સુરત શહેરમાં કેસની અસર ઓછી થતાં સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઓછા આવી રહ્યા છે. જેના કારણે ગંભીર દર્દીઓનાં મોત પણ ઓછા થઇ રહ્યાં છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 36 દર્દીનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. સિવિલમાં 18 અને સ્મીમેર હોસ્પિટલમાં પણ 18 દર્દીનાં મોત નીપજ્યાં છે.


સરકારી ચોપડે કોરોનાનાં આઠ દર્દીનાં મોત
ઉંમર જાતિ વિસ્તાર હોસ્પિટલ
58 મહિલા સગરામપુરા એપલ
56 મહિલા કતારગામ યુનિક
43 પુરુષ પીપલોદ નવી સિવિલ
67 મહિલા રાંદેર રોડ સ્મીમેર
67 પુરુષ કતારગામ સ્મીમેર
65 પુરુષ સંજયનગર નવી સિવિલ
60 પુરુષ પુણાગામ સ્મીમેર
30 પુરુષ પીપલોદ મહાવીર

Most Popular

To Top