Sports

IPL ફાઈનલ સ્ટેડિયમમાં જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યાં, પોલીસે લાઠીચાર્જ કર્યો

અમદાવાદ: રવિવારે ભારે વરસાદ વચ્ચે IPLની ફાઈનલ (IPL Final) મેચ ન રમાઈ હોવાથી દર્શકોનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. જો કે સોમવારે રિઝર્વ ડે પર મેચ શરૂ થઈ હતી. સાંજે 5 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટેની લોકોની ભીડ વધી હતી. સીએસકે અને જીટીની મેચ ચાલુ થઈ ગયા બાદ પણ પ્રેક્ષકોનો ધસારો યથાવત જોવા મળ્યો હતો. જેને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક તરફનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. ટિકિટ વગર કેટલાક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેમજ સ્ટેડિયમ બહાર ભીડ વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ગેટ આગળ બેરીકેડથી સ્ટેડિયમનો પ્રવેશનો રસ્તો બંધ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ફિઝિકલ ટિકિટ હોય તેવા દર્શકોને જ સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવતા હતા.

મેચ ચાલુ થઈ ગયા બાદ પણ પ્રેક્ષકોનો ધસારો યથાવત જોવા મળ્યો હતો. જેને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક તરફનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. ટિકિટ વગર કેટલાક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેમજ સ્ટેડિયમ બહાર ભીડ વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ગેટ આગળ બેરીકેડથી સ્ટેડિયમનો પ્રવેશનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વધુ પડતી ભીડ એકત્રિત થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ભીડના કારણે ધણાં લોકો ઈજાગ્રસ્ત પણ થયાં હતા.

પોલીસે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પણ કડક વલણ અપનાવ્યું હતું. ફિઝિકલ ટિકિટ ન હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત જે લોકોની ટિકિટ ભીની થવાના કારણે ફાટી ગઈ હોય તેવા લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો હતો. જેનાં કારણે ધણાં લોકોએ સ્ટેડિયમની બહાર હોબાળો મચાવ્યો હતો.

Most Popular

To Top