Gujarat

જીએસટી અને એટીએસ વિભાગનું સંયુક્ત ઓપરેશન: રાજ્યમાં 20 બોગસ પેઢી ઝડપાઈ

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા રાજ્યભરમાં બોગસ પેઢીઓ ઉપર દરોડાની (raid) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 જેટલી શંકાસ્પદ (Suspicious) પેઢી ઉપર દરોડા પાડવામાં આવતાં આ તમામ 20 પેઢી બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આ દરોડા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે પાડવામાં આવ્યા હતા.ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં 4 પેઢીનાં જુદાં જુદાં 7 સ્થળ ઉપર, વડોદરામાં 5 પેઢીનાં 5 સ્થળ ઉપર અને સુરતમાં 11 પેઢીનાં 16 જુદાં જુદાં સ્થળ ઉપર મળી કુલ 20 પેઢીનાં 28 જુદાં જુદાં સ્થળ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 20 જેટલી શંકાસ્પદ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા
  • આ તમામ 20 પેઢી બોગસ હોવાનું બહાર આવ્યું
  • દરોડા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે પાડવામાં આવ્યા હતા

દરોડા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે પાડવામાં આવ્યા હતા
આ કાર્યવાહીમાં તમામ 20 બોગસ પેઢી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ 20 પેઢી મારફતે રૂપિયા 145 કરોડનાં બિલો ઇસ્યુ કરી રૂપિયા 27.04 કરોડની વેરાશાખ બેનિફિશયરીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નવેમ્બર-22 મહિનામાં જીએસટી અને એટીએસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં પ્રથમ તબક્કામાં 50 અને બીજા તબક્કામાં 40 બોગસ પેઢી મળી આવી હતી.

Most Popular

To Top