Gujarat

ગુજરાતની હાલત પણ દિલ્હી જેવી થશે! કેગનાં રીપોર્ટથી ખળભળાટ મચ્યો

ગાંધીનગર : વર્ષ 2011-12 તથા 2018-19 અને 2020-21 દરમિયાન ગુજરાત(Gujarat)માં હવા પ્રદુષણ(Air Pollution)ના મામલે સીએજી(કેગ)એ સરકાર(Government)ની કામગીરીની આકરી ટીકા કરી છે, તેમાં પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ની કામગીરીટીકાને પાત્ર બની જવા પામી છે. હવા પ્રદુષણ અટકાવવા મામલે સરાકરે કરેલી કામગીરી અંગે આજે ગુજરાત વિધાનસભામાં સીએજીનો ઓ઼ડિટ રિપોર્ટ રજૂ થયો છે. જેમાં ગુજરાતમાં હવામાં બગાડ થયો હોવાનું ફલિત થયુ છે, તેના માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જવાબદાર ઠેરવ્યુ છે. સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવાના પ્રદુષણના કારણે ભારતમાં 2019માં 16.70 લાખ લોકોનું મૃત્યું થયા છે. જયારે ભારતીય વેપાર રોજગારને દર નાણાંકિય વર્ષે લગભગ ૯૫અબજ ડોલરનું નુકસાન થાય છે.

  • ગુજરાતમાં હવાના પ્રદુષણ માટે GPCB જવાબદાર : CAG
  • પ્રદુષણના મામલે જીપીસીબીએ જે જવાબ રજૂ કર્યો છે સંતોષકારક નથી : કેગ
  • હવા પ્રદુષણ નિયંત્રણ મામલે સરકારની કામગીરી પર સીએજીનો ઓડિટ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજુ થયો

સીએજીના ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતું કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે 14 શહેરોમાં 62 જેટલા હવા પ્રદુષણ માપવાના મથકો દ્વારા દેખરેખ રાખી હતી. જો કે મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં આ દેખરેખ રખાઈ ન હતી. વાતાવરણમાં પ્રદુષણ ઓકતા રજકણોના પગલે માનવીના અસ્થી મજ્જાને નુકસાન થવાની સંભાવના રહેલી છે. કેન્દ્રના પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સૂચના હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ 422 જેટલા અતિ પ્રદુષણ ફેલાવતા એકમો પૈકી 67 જેટલા એકમોમાં ઓનલાઈન સતત ઉતર્સજન દેખરેખ પ્રણાલીની સ્થાપના કરી શક્યું નથી.જયારે 17 જેટલા એકમોએ પોતાના ઓનલાઈન ડેટા પણ જાહેર કર્યા નથી. જીપીસીબી દ્વારા પાણીના તથા સ્તોત્ર ઉત્સર્જનની દેખરેખ અપૂરતી જોવા મળી હતી.

આ ઉપરાંત ગાંધીનગર મનપા દ્વારા વૈજ્ઞાનિક રીતે ઘન કચરાનો નિકાલ કરાતો નથી. રાજ્યમાં કોલસા આધારીત વિદ્યુત મથકો હવા પ્રદુષણના મુખ્ય સ્તોત્ર છે. ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદુષણ કરતાં કોલસા આધારિત વિદ્યુત મથકો વધુ પ્રદુષણ ફેલાવે છે. ગુજરાતમાં 47 જેટલા કોલસા આધારિત વિદ્યુત મથકો છે, કોલસા આધારિત વિદ્યુત મથકોએ એકઠી થયેલી રાખનો ત્વરીત નિકાલ કરવાનો રહે છે, તેમ છતાં માર્ચ 2021 સુધીમાં આ વિદ્યુત મથકોમાં 610.94 લાખ ટન ઉડતી રાખનો નિકાલ કર્યો નહોતો. શહેરી વિસ્તારોમાં વાહનોનું ઉત્સર્જન હવા પ્રદુષણનો એક મુખ્ય ભાગ છે. ભેળસેળવાળા બળતણના કારણે વાહનોનું ઉત્સર્જન ગંભીર બને છે. અન્ન નાગરિક પુરવઠા નિયામકે રાજયના પેટ્રોલ પંમ્પોની પૂરતી ચકાસણી કરી નથી. હવા પ્રદુષણ માટે જવાબદાર રીઢા ગુનેગારો પાસેથી જપ્ત કરવામાં આવેલી બેન્ક ગેરંટી માટેના ભંડોળના ઉપયોગની પણ સરકારે કોઈ અસરકારરક યોજના બનાવી નથી. જીપીસીબી પાસે જરૂરી સ્ટાફ પણ ઉપલબ્ધ નથી, તે પણ બાબત ધ્યાને લેવા જેવી છે.

હવા પ્રદુષણની સ્વાસ્થય પર ગંભીર અસર
રાજયમાં અમદાવાદના વટવા – નારોલ, ઓઢવ અને નિકોલ, વાપી, વલસાડ, અંકલેશ્વરના ચાર વિસ્તારો આવેલી હોસ્પિટલોના ડેટા એકત્ર કરાતા દમ, શ્વાસ નળીનો સોજો અને શ્વનતંત્રના તિવ્ર ચેપવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ બાબતે કોઈ ચકાસણી કે આકલન કર્યું જ નથી. ૨૦૧૨ થી૨૦૧૬-૧૭ દરમિયાન આવા દર્દીઓની સંખ્યા ૮૦,૪૪૩ જેટલી હતી.

Most Popular

To Top