Gujarat

છેલ્લા 5 વર્ષમાં 4 લાખ નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા

અમદાવાદ: રાજ્યની સરકારી શાળાઓમાં (Government School) છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ (Students) દાખલ થયા છે. ગત વર્ષે રાજ્યના ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો છે ત્યારે બોર્ડની પરીક્ષામાં (Board Exam) સફળ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી, અસફળ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અનુરોધ કર્યો હતો

GIET અને GCERTના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ગ્રીષ્મોત્સવના સમાપન સમારંભમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે ગ્રીષ્મોત્સવની શરૂઆત સૌપ્રથમ વખત ગુજરાતમાં થઈ છે. શિક્ષણ વિભાગનો આ એક અનોખો પ્રયોગ છે. સરકારી શાળાના બાળકો માટે વેકેશન સમયગાળા દરમિયાન શ્રીમદ્ ભાગવત, વિજ્ઞાન, ગણિત, કળા-કૌશલ્ય, સંગીત, કોડિંગ, મનોરંજન, વાર્તા અને દેશી રમતો સહિતના વિષયોના કાર્યક્રમો ઓનલાઇન અને ઓફલાઇન યોજાયા, જેમાં અંદાજે ૬.૫ લાખ બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે.

આ કાર્યક્રમમાં રાજ્યના તમામ તાલુકાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે અને તેમાં પણ સરકારી શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ એવા ગરીબ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે. જેમના વાલીઓ છૂટક મજૂરી અથવા તો ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આ રીતે દિવાળીના વેકેશનમાં શરદોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.

છેલ્લા ૪ વર્ષમાં વિવિધ ઉત્સવો અને કાર્યક્રમો થકી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા છે. ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો.

વાઘાણીએ વધુમાં રાજ્યના ૯૫૮ કેન્દ્રોમાં ૪.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપેલી ધોરણ- ૧0ની પરીક્ષાનું ૬૨.૧૮ ટકા પરિણામ જાહેર થયું છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમને અભિનંદન આપી, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા તેઓ નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top