Gujarat

પીએમ મોદીએ પાટીદારોના વખાણ કર્યા, કહ્યું તમે કરી શકો છો, મને તમારા પર ભરોસો છે…

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે સુરતમાં (Surat) સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું (Global Patidar Business Summit 2022) વર્ચ્યુઅલ (virtual) ઉદ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વર્ચ્યુઅલી જોડાયા હતા. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022માં દુનિયાભરમાંથી ઘણા પાટીદાર ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતા. પીએમ મોદીએ ઉદ્ધાટન દરમિયાન સુરતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ઝડપથી વિકાસતા શહેરોમાં સુરતનો સમાવેશ થાય છે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે.

પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. આપણે આવનારા 25 વર્ષનો સંકલ્પ લઈને નીકળ્યા છીએ ત્યારે સરદાર સાહેબના આ વચનને ભૂલવું ન જોઈએ. જો કે પીએમ મોદીએ સંબોધન દરમિયાન પાટીદાર સમાજને પણ ટકોર કરી હતી.

વડાપ્રધાન મોદીએ ખેતીને આધુનિક બનાવવા પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ખેતીક્ષેત્રી ઉદ્યોગકારોએ આગળ આવી ખેતીને આધુનિક બનાવવા મદદ કરવી જોઈએ. ભલે આપણે ઉદ્યોગમાં આગળ નીકળી જતા પણ મૂળયા તો ખેતીમાં જ છે. ખેતીમાં આપણે પાછળ રહી જઈએ તે કેમ ચાલે, તેથી આપણે ઉદ્યોગની સાથે સાથે ખેતીક્ષેત્રે પણ આગળ વધવું જાઈએ. ખેતી ક્ષેત્રે પણ ઘણી તકો જોવા મળે છે. વધુમાં તેમણે કહ્યું કે આપણે તેલની આયાત અંગે પણ આત્માનિર્ભર બનવાની જરૂર છે. આપણે વિદેશથી 80 હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ફાર્મિંગમાં વ્યાપારિક તકો ખૂબ છે. ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે નાના શહેરોને પણ વિકાસિત કરવા જરૂરી છે.

પાટીદારોના વખાણ કર્યા
પીએમ મોદીએ પાટદીરોના વખાણ કર્યા હતા તેમણે કહ્યું હતું કે, હવે ગુજરાતના વિકાસને ફેલાવવાનો છે. મોટા શહેરો સાથે નાના શહેરોના પણ વિકાસ થવો જરૂરી છે. જે કરી શકે છે તેમને જ કહું છું મને તમારા પર ભરોસો છે. તમે નાના શહેરોને આગળ લાવવા વિકાસ કરવા મહેનત કરો. જે કરી શકે તેમ ને જ કહેવાય, તમે કરી શકો છો.

દેશમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દેશમાં બિઝનેસ, એન્ટરપ્રાઇઝ અને ક્રિએટિવિટીમાં નવો આત્મવિશ્વાસ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારનો સતત પ્રયાસ છે કે તેની નીતિઓ અને કાર્યો દ્વારા દેશમાં એવું વાતાવરણ ઉભું કરવામાં આવે કે સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને તેમના માટે સ્વપ્ન જુએ.

કોરોના યુગના પડકારો છતાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો-કરોડો રૂપિયાની મદદ આપીને MSME સંબંધિત લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે.

દેશના વિકાસમાં નાનાથી લઈને મોટા સુધીના દરેક વ્યવસાયનું મહત્વનું યોગદાન છે
પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં નાનાથી લઈને મોટા સુધીના દરેક બિઝનેસનું મહત્વનું યોગદાન છે. દરેકના પ્રયાસની આ ભાવના અમૃતના સમયમાં દેશની તાકાત બની રહી છે. મને આનંદ છે કે તમે આ વર્ષની સમિટમાં આ વિષય પર વિગતવાર ચર્ચા કરી રહ્યાં છો.

Most Popular

To Top