SURAT

પ્રભુશ્રી રામ માટે 22મી જાન્યુઆરીએ સુરતની સ્કૂલોમાં રજા આપો.., આપના નેતાની માંગ

સુરત(Surat): આજે સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આપના (AAP) પ્રદેશ મહામંત્રી અને નેતા વિપક્ષ રાકેશ હિરપરાએ (RakeshHirpara) આગામી તા. 22 જાન્યુઆરીના રોજ શહેરની શાળાઓમાં રજા (SchoolHoliday) આપવા માંગ કરી છે.

હિરપરાએ કહ્યું કે, આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (RamMandir) પ્રાણ પ્રતિષ્ઠા (PranPratishtha) સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ તકે સુરતમાં સ્કૂલોમાં રજા ઘોષિત કરવામાં આવે. આ ઉપરાંત હિરપરાએ શિક્ષણ સમિતિના વહીવટ સામે અનેક આક્ષેપો કર્યા હતા.

આ સાથે આજ સુધીની તમામે તમામ સામાન્ય સભાઓની જેમ ગત સામાન્ય સભાનો અહેવાલ પણ એકદમ જુઠ્ઠો જ લખવામાં આવેલો હોવાનો આક્ષેપ કર્યો છે. આ દર વખતની સમસ્યા હોઈ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે તેવી માંગ હિરપરાએ ઉઠાવી હતી.

શિક્ષણ સમિતિનો અંધેર વહીવટ, વાર્ષિક પરિક્ષા ટાણે વિદ્યાર્થીઓને બૂટમોજાં આપશે
રાકેશ હિરપરાએ શિક્ષણ સમિતિના અંધેર વહીવટ તરફ આંગળી ચિંધતા કહ્યું હતું કે, સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને બૂટ મોજા અને યુનિફોર્મ મળ્યા નથી. હદ વિસ્તરણથી સમિતિમાં ભળેલી આવેલી 35 નવી શાળાઓના અંદાજે 17000 થી વધુ બાળકો માટે બુટ-મોજા અને યુનિફોર્મનો ઓર્ડર છેક નવેમ્બર મહિનામાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે બે એજન્સીઓ વર્ક ઓર્ડરની શરતોનું વારંવાર ઉલ્લંઘન કરે છે એમને જ ફરી વખત કામ આપવામાં આવ્યું છે. આ કામ 1 કરોડ 90 લાખથી વધુનું છે. કચેરી તરફથી બુટ-મોજા-યુનિફોર્મનું વર્ક ઓર્ડરની શરત મુજબનું યોગ્ય અને પૂરતું લેબ-ટેસ્ટિંગ પણ કરાવવામાં આવતું નથી.

શિક્ષકોની નિમણૂંકના વર્ક ઓર્ડરમાં ગેરરીતિ
વિપક્ષના નેતા હિરપરાએ શિક્ષણ સમિતિના શાળામાં શિક્ષકોની નિમણૂંકની ગેરરીતિ પ્રત્યે ધ્યાન દોરતા કહ્યું હતું કે, 711 સાથી શિક્ષકોની નિમણુંક માટેની વર્ક-ઓર્ડર ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના જ એની એ જ બે એજન્સીઓને આપી દેવામાં આવ્યો છે. ગયા વર્ષે સુરત મહાનગરપાલિકાના 100% ખર્ચમાંથી 85 સાથી શિક્ષકો મુકવામાં આવેલા હતાં અને એમનું 10,500 વેતન નક્કી કરવામાં આવ્યું હતું. તેમની નિમણુંક શાળા કક્ષાએથી આચાર્યોએ જ કરી હતી અને એમના વેતન-હાજરી વગેરેની વહીવટ કચેરી અને શાળા મળીને કરતાં હતાં.

જો એ શિક્ષકોની નિમણુંક અને પગારનું કામ કચેરી અને શાળા મળીને કરી શકતાં હોય તો આ બંને એજન્સીઓને એક શિક્ષક દીઠ વધારાના 7000 રૂપિયા શા માટે ચૂકવવાના ? 711 શિક્ષકોની નિમણુંક કરવાની છે એટલે 711 ને 7000 વડે ગુણવામાં આવે તો દર મહીને 49,77,000 (49 લાખ, 77 હજાર) જેવી રકમ થાય. આટલી રકમમાં તો સમિતિ જાતે પોતાનું આખું HR ડીપાર્ટમેન્ટ ખોલી શકે અને તોપણ ઘણા બધા પૈસા વધે. વળી, આ એજન્સીઓ નક્કી કરેલો પુરો પગાર (17454) પણ શિક્ષકોને આપતી નથી.

Most Popular

To Top