Gujarat

સિંગાપોરના નાયબ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ફિનટેક કો-ઓ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર

ગાંધીનગર : ગાંધીનગર (Ghandhi Nagar) ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન લોરેન્સ વોંગ (Lawrence Wong) અને રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઈની (Kanu Bhai Desai) ઉપસ્થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી અને ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીએ ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર (Agreement signing) થયા હતાં.

ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગર ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી લોરેન્સ વોંગ અને રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી (MAS) અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) એ આજે ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા હતાં.

ભારતના બહુઆયામી વિકાસને વેગ આપશે
સિંગાપોરની મોનેટરી ઓથોરિટી (MAS) ના મુખ્ય ફિનટેક અધિકારી મોહંતીએ જણાવ્યું હતું કે, MAS સિંગાપોરને ગતિશીલ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરી નાણાકીય ઉદ્યોગના વિકાસમાં કામ કરે છે. આ એગ્રિમેન્ટ સિંગાપોર અને ભારતના બહુઆયામી વિકાસને વેગ આપશે. આ એગ્રીમેન્ટ MAS અને IFSCA ને વિવિધ નાણાકીય વિષયોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાની પણ મંજૂરી આપશે.

Most Popular

To Top