Business

ગૌતમ અદાણી રાજસ્થાનમાં 5 વર્ષમાં 65 હજાર કરોડનું રોકાણ કરશે

રાજસ્થાન: ઈન્વેસ્ટ રાજસ્થાન સમિટ 2022માં (Invest Rajashthan Summit 2022) હાજર રહેલાં વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ (Gautam Adani) રાજસ્થાનમાં સિમેન્ટ ક્ષેત્રે 7 હજાર કરોડના રોકાણની ઈચ્છા વ્યક્ત કરી હતી. અદાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, રાજસ્થાન સરકાર સાથેના અમારા સંયુકત સાહસથી નિર્મિત 10 હજાર મેગાવોટનો સોલાર પાર્ક (Solar Park) સંપૂર્ણ કાર્યરત તરફ દોરી ગયો છે જેમાંથી 1500 મેગાવોટ ગ્રીન પાવરના ઉત્પાદનની શરુઆત તો ક્યારની શરુ કરી ચૂકી છે. રાજસ્થાનમાં પણ રિન્યુએબલ્સમાં અમારા ગૃપનું સીધું રોકાણ સતત વેગવાન બની રહ્યું છે અને 20 હજાર કરોડના રોકાણથી 4 હજાર મેગાવોટના પ્રોજેક્ટ્સ શરુ પણ કરી દીધા છે.

વધુમાં વીતેલા દસકાથી રાજસ્થાન 4300 મેગાવોટથી વધુ થર્મલ પાવર પેદા કરે તેમાં મદદરુપ થવા અમે ઇંધણનો પૂરવઠો પૂરો પાડી રહ્યાં છીએ. અમે 19 ગ્રીડ સબ-સ્ટેશન ચલાવી રહ્યા છીએ અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ સાથે સંકળાયેલા છીએ. કિશનગઢમાં ડ્રાય પોર્ટ કન્ટેનરનું સંચાલન કરીએ છીએ, જયપુર એરપોર્ટનું સંચાલન અને વિસ્તરણ કરવા ઉપરાંત અલવાર અને બુંદીમાં ખાદ્યતેલના બે પ્લાન્ટ પણ ચલાવી રહ્યાં છીએ. અદાણી ગૃપે રાજસ્થાન રાજ્યમાં બહુવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં રુ.35 હજાર કરોડનું રોકાણ કર્યું છે.

ભાવિ રોકાણોની વાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે, રિન્યુએબલ્સ બિઝનેસમાં અમારું રોકાણ સતત ચાલુ છે. વધુ 50 હજાર કરોડના રોકાણ સાથે 10 હજાર મેગાવોટ્સ ઉત્પાદનની કામગીરી અમલીકરણ હેઠળ છે અને આવતા 5 વર્ષમાં તે કાર્યાન્વિત થવા તરફ પ્રગતિ કરશે. આ સંદર્ભમાં એક સપ્તાહ પહેલા અમે વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર પ્લાન્ટનું વેપારી ધોરણે કામકાજ હાંસલ કર્યું છે અને તે અહીં રાજસ્થાનમાં છે.

સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવા 7 હજાર કરોડના રોકાણની જાહેરાત
અંબુજા સિમેન્ટ્સ અને એસીસી હસ્તગત કરવાના અનુસંધાને અમે હવે ભારતમાં બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા છીએ.આ પહેલાથી જ્યારે અમારી પાસે ત્રણ સિમેન્ટ પ્લાન્ટ અને લાઇમ સ્ટોન તેમજ ખનિજ સંપતિ છે ત્યારે અતિ મહત્વની અમારી ક્ષમતાનું વિસ્તરણ રાજસ્થાનમાં સતત થવાનું છે. રાજ્યમાં અમારી સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા બે ગણી કરવા માટે વધુ રુ.7 હજાર કરોડનું રોકાણ કરવા અમારી ધારણા છે.

રાજસ્થાનમાં આગામી 5થી 7 વર્ષમાં 65 હજાર કરોડના રોકાણની જાહેરાત
હજુ ઘણું છે,જયપુર એરપોર્ટનું વિસ્તરણ કરી તેને વિશ્વકક્ષાની સગવડતાઓથી સજ્જ કરવા, PNG અને CNGની સપ્લાય માટેના અમારા નેટવર્કનો વિકાસ, ઔદ્યોગિક, વાણિજ્યક, ટ્રાન્સપોર્ટ અને ડોમેસ્ટિક ગ્રાહકોને શુધ્ધ ઇંધણ આસાનીથી ઉપલબ્ધ બનાવવા અને ઉત્પાદિત રિન્યુએબલ પાવરના ટ્રાન્સમિશન માટેના નવા પ્રોજેક્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સની અમલવારી અને તેનાના વિસ્તરણના વિવિધ તબક્કામાં છે. હાલ ચાલી રહેલા અને ભવિષ્યના રોકાણોને સાંકળીને હવે પછીના 5 થી 7 વર્ષમાં રાજસ્થાનમાં વધારાનું રુ 65 હજાર કરોડનું રોકાણ કરવાની અને સીધી અને આડકતરી 40 હજાર રોજગારીનું નિર્માણ કરવાની અમારી ધારણા છે.

Most Popular

To Top