Gujarat

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ 7 જાન્યુઆરી-23 સુધી ભરી શકાશે

ગાંધીનગર: (Gandhinagar) ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનાં (Board Exam) ફોર્મ 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. શાળાઓએ પણ 7 જાન્યુઆરી-23 સુધીમાં એપ્રુવલ (Approval) આપી દેવાની રહેશે. તેવી જ રીતે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનાં ફોર્મ 3જી જાન્યુઆરી-23 સુધી ભરી શકાશે. શાળાઓએ 3જી જાન્યુઆરી સુધી એપ્રુવલ આપી દેવાની રહેશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં (GSEB) સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ-2023 માટેની ધોરણ-10 બોર્ડની પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2023 છે. જે શાળાઓએ હજુ સુધી વિદ્યાર્થીઓનાં ફોર્મની એપ્રુવલ આપવાની બાકી છે.

તેમણે તાત્કાલિક એપ્રુવલ આપવાની રહેશે. 7 જાન્યુઆરી-2023ને રાત્રિના 12 કલાક સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
આ ઉપરાંત કોઈપણ પ્રકારની વિસંગતતાના કારણે ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી થયેલી હોય તેવા કિસ્સામાં તમામ દસ્તાવેજો સાથે બોર્ડની કચેરીએ રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરવાના રહેશે. આ ઉપરાંત બાકી રહેતી ફીની ચૂકવણી પણ 12મી જાન્યુઆરી સુધી કરવાની રહેશે. તેવી જ રીતે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનાં ફોર્મ 3જી જાન્યુઆરી-23 સુધી ભરીને શાળાઓએ એપ્રુવલ આપવાની રહેશે. તેમજ બાકી રહેતી ફીની ચૂકવણી કરી 9 જાન્યુઆરી-23 સુધી જમા કરાવવાની રહેશે.

Most Popular

To Top