Charchapatra

નવરાત્રીની મજા સજા

નવરાત્રી આવે એટલે અંબાજીના ગરબાનો થનગનાટ. ‘અંબા આવો તો રમીયે…’, ‘ઊંચા ઊંચારે માડી તારા ડુંગરારે લોલ…’, ‘તમે કયાતે ગામના ગોરીરાજ, અચકો મચકો કારેલી…’ એક આનંદ ઉમંગ અને થનગનાટ થાય તેવો આ તહેવાર છે પણ એમાં કોઇકવાર પગ પણ મચકાય જાય ફરતા ફરતા. પણ એકધારી આ ગરબા અને નવરાત્રીના રાતમાં ખ્યાલ રાખવો રહ્યો. ખાસ કરીને કોઇની નિંદર ના બગડે એટલે નિયમ મુજબ રાત્રીનો બાર વાગે મોડામાં મોડું બંધ કરી દેવું જોઇએ લાઉડસ્પીડર. જેથી ઘરડા અને સિનિયર સિટીઝન અને જે પાળીમાં કામ કરે છે જેને સવારે ઊઠીને પાંચ વાગે નોકરી પર જવાનું હોય એવાના દિવસો ખરાબ નહી થાય, આપણી મજામાં બીજાની મજા નહીં બગાડવી. માતાની આરાધના તો કરવી જ સાથે આપણ ધ્યાન રાખવું રહ્યું.
અડાજણ – તુષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગાંધીસ્મૃતિભવન પુન: નિર્માણ કરો
સુરતનાં હાર્દસમા વિસ્તાર ટિમલીયાવાડ વર્ષોથી સ્થિત ગાંધી સ્મૃતિ ભવન ઘણાં સમયથી જમીનદોસ્ત કરવામાં આવ્યું છે, જેના પુન: નિર્માણ અંગે, સુરત જગતની કલા – નાટય પ્રેમી જનતા તથા કલાકારો, નાટકો તથા બીજા અન્ય રાંત્રીતનાં કાર્યક્રમનથી વંચિત રહ્યું છે. આથી સુરત મહાનગરપાલિકા કમિશનરને નમ્ર અરજ છે કે ગાંધીસ્મૃતિ ભવન, નવીન – આધુનિક બાંધકામ તથા પૂરતા પાર્કીંગની વ્યવસ્થા કરી જલ્દીથી નિર્માણ કરે. આ વિસ્તાર સુરતની મધ્યમાં આવેલ હોવાથી, સૌ કલાકારો તથા સુરતી જનતાને અત્યંત સુગમ રહેશે.
સુરત – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top