Gujarat

પર્યાવરણ શુંદ્ધિ માટે વન વિભાગ દ્વારા રાજયભરમાં 21 લાખ રોપાઓનું વિતરણ કરાશે

ગુજરાતમાં વનવિભાગ દ્વારા 21 લાખ રોપાનું વિતરણ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત આપવામાં આવશે. ગુજરાતમાં રૂ. ૧૦૭ર કરોડના ખર્ચે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો આ પ્રોજેકટ જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી જાપાન ઈન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી (JICA) ની સહાયથી નવ વર્ષ સુધી ચાલવાનો છે. ગુજરાત પાસે દરિયો, રણ, પર્વતો, ખૂલ્લા મેદાનો જેવી અનેકવિધ વિવિધતાઓ છે તે સંદર્ભમાં આ પ્રોજેકટથી આખીયે ઇકોસિસ્ટમને સુદ્રઢ કરવાની પહેલ ગુજરાતે કરી છે.

આ પ્રોજેકટ અન્વયે ચેર અને મેન્ગ્રુવ્ઝનો વિકાસ, ઘાસના મેદાનો, ભેજવાળી જમીન અને જંગલોની પૂન: સ્થાપના જેવા પ્રકલ્પો હાથ ધરાવાના છે. રૂપાણીએ પ્રોજેકટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાતનો પણ આરંભ કરાવતાં કહ્યું હતું કે તાજેતરના વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોની સામે આ વર્ષે વન મહોત્સવમાં બમણાંથી વધુ વૃક્ષો વાવવાની નેમ છે. કુદરતે કરેલા નુકસાન સામે પુરૂષાર્થના આધારે પૂન: સ્થાપન કરવું છે. તેમણે રાજ્યમાં વન વિભાગ દ્વારા આ અવસરે ર૧ લાખ તુલસી રોપાઓના વિતરણ શરૂ કરાયું છે. તેમણે આ બાબતે કહ્યું હતું કે આવા ર૪ કલાક ઓક્સિજન આપતા તુલસી, સ્નેક ટ્રી, એલોવેરા વગેરે છોડ ઘરની અંદર અને ઓફિસોમાં મૂકીને સ્વચ્છ-શુદ્ધ પ્રાણવાયુ મેળવવાનો લાભ લેવો જોઇએ.

આપણે ગુજરાતમાં તુલસી છોડ અને વૃક્ષારોપણની ઘનિષ્ઠ ઝૂંબેશથી ગ્રીન ગુજરાત બનાવવું છે એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં સૌને પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ સમજાયું છે અને વૃક્ષો-તુલસી છોડ જેવા પ્રાણવાયુ-ઓક્સિજન આપતા વૃક્ષોના વાવેતરથી ઓક્સિજન ખુટે નહિ તે માટે સજાગ બન્યા છીયે. રાજ્યમાં કુલ ભૌગોલિક વિસ્તારનો ૧૧ ટકા વિસ્તાર એટલે કે ૧૪,૭પ૭ ચો.કિ.મી. વન આવરણ યુકત છે અને છેલ્લા બે વર્ષમાં વન વિભાગના વૃક્ષારોપણ પ્રયાસોથી તેમાં ૯૭ ચો.કિ.મી.ની વૃદ્ધિ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top