Gujarat

રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા કેસની સંખ્યા એક હજારની અંદર – નવા 996 કેસ

રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. નવા કેસોની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં એક હજારની અંદર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 996 કેસ નોંધાયા છે. તેવી જ રીતે મૃત્યુની સંખ્યામાં પણ ક્રમશઃ ઘટાડો થઈ આજે 15 વ્યક્તિનાં મૃત્યું થયા હતાં. રાજ્યમાં 17મી માર્ચ 2021 પછી આજે નવા કેસની સંખ્યા ઘટીને 1000ની અંદર આવી ગઈ છે. આજે નવા કેસની સંખ્યા 996 નોંધાવા પામી છે. જ્યારે 3004 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 96. 32 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 142, સુરત મનપામાં 81, વડોદરા મનપામાં 132, રાજકોટ મનપામાં 49, ભાવનગર મનપામાં 7, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 25 અને જૂનાગઢ મનપામાં 13, કેસ નોંધાયા છે.
જ્યારે સુરત ગ્રામ્યમાં 46, જૂનાગઢ ગ્રામ્યમાં 48, ગીરસોમનાથમાં 41 ભરૂચમાં 36, રાજકોટ ગ્રામ્યમાં 28, આણંદમાં 26, અરવલ્લીમાં 21, વલસાડમાં 16, અમરેલીમાં 13, મહેસાણામાં 15, પંચમહાલમાં 10 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ 15 દર્દીનું મૃત્ય થયું છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 2, સુરત મનપા, વડોદરા મનપા- ગ્રામ્ય, જામનગર મનપા, રાજકોટ ગ્રામ્ય, અમરેલી, સાબરકાંઠા, ભાવનગર મનપા, નર્મદામાં 1-1 મળી કુલ 15 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,921 થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 20,087 વેન્ટિલેટર ઉપર 382 અને 19,705 દર્દીઓ સ્ટેબલ છે.

હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 2,892, અને બીજો ડોઝ 3,578, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 37,646 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 21,268, તેવી રીતે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,98,123 આમ કુલ 2,63,507 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી.

Most Popular

To Top