SURAT

ફાયર સેફ્ટીનો અમલ નહીં થતા વેસુના પાંચ ટયુશન ક્લાસિસ સીલ કરાયા

સુરત: (Surat) તક્ષશીલા અગ્નીકાંડ બાદ શહેરમાં ટયુશન ક્લાસિસમાં (Tuition Classes) ફાયર સેફટી મુદ્દે મનપાનું તંત્ર કડક રૂખ અપનાવી રહ્યું છે. વળી શહેરમાં છેલ્લા થોડા સમયથી આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં ફાયર સેફટીની સુવિધા વગર ચાલતા પાંચ ટયુશન ક્લાસિસને મનપાના ફાયર વિભાગે સીલ મારી દીધા હતા. અગાઉ ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતા સુવિધા કાર્યરત કરવામાં આવી નહોય તંત્ર દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • સેફટીનો અમલ નહીં થતા વેસુના પાંચ ટયુશન ક્લાસિસ સીલ કરાયા
  • ફાયર વિભાગને ક્લાસિસ સંચાલકો ગાંઠતા નથી, વારંવારની નોટિસ છતા ફાયર સેફટીનો અમલ થતો નથી

ઉનાળા દરમિયાન હીટને કારણે આગના બનાવોમાં વધારો થતા ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું છે. ફાયર સેફટીના સાધનો વગર ધમધમતી સંસ્થાઓ સામે ફાયર વિભાગ દ્વારા લાંલ આખ કરવામાં આવી રહી છે.
મનપાના ફાયર વિભાગ દ્વારા આજે મનપાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલી વિવિધ સંસ્થાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન વેસુ વિસ્તારમાં આવેલા જુદાજુદા પાંચ ટયુશન ક્લાસિસમાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ જણાઇ આવતા ફાયર વિભાગ દ્વારા ટયુશન ક્લાસિસને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેમાં વેસુ કેનાલ રોડ ઉપર આવેલા કેરિયક એકસપ્રેસ ક્લાસિસ, એજ્યુકેશન હબ ક્લાસિસ, ઇન્ટેલીજન્ટ ક્લાસિસ, પી એન્ડ ડી એજ્યુકેશન એન નિયો ન્યુટોર્ન એકસ્પોલર ક્લાસિસનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે અગાઉ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન ઉક્ત ક્લાસિસોને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાના ફાયર વિભાગની નોટિસની અવગણના કરીને સંસ્થા દ્વારા ફાયર સેફટીની સુવિધા કાર્યરત કરવામાં આવી નહોય ફાયર વિભાગે કડક વલણ અપનાવીને તમામ ક્લાસિસને સીલ મારી દીધુ હતું.

  • કયા કયા ક્લાસિસ સીલ થયા
  • -કેરિયક એકસપ્રેસ ક્લાસિસ
  • -એજ્યુકેશન હબ ક્લાસિસ
  • -ઇન્ટેલીજન્ટ ક્લાસિસ
  • -પી એન્ડ ડી એજ્યુકેશન -નિયો ન્યુટોર્ન એકસ્પોલર ક્લાસિસ

Most Popular

To Top