National

કેબિનેટ મંત્રી રાકેશ સચાન કાનપુર કોર્ટમાંથી સજાની ફાઈલ લઈને ક્યાં ગયા? રક્ષકો અને નોકરોએ કહ્યું..

ઉત્તરપ્રદેશ: યુપીના (UP) કેબિનેટ મંત્રી રાકેશ સચાન કાનપુર કોર્ટમાંથી (Court) સજાના આદેશની ફાઇલ (File) લઈને ભાગ્યા બાદ ચર્ચામાં છે. શનિવાર (Saturday) બપોરથી તે કોઈના સંપર્કમાં નથી. રાજ્યની રાજધાની લખનૌમાં તેમની સરકારી કોઠી છે અને તેમનું નિવાસસ્થાન કાનપુરમાં છે. પરંતુ તેમના લોકો મંત્રી વિશે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. રવિવારે સવારે લગભગ 9 વાગ્યે લખનૌમાં મંત્રીના સરકારી આવાસ પર હાજર કર્મચારી ગિરધારીએ જણાવ્યું કે સાહેબ છેલ્લા બે-ત્રણ દિવસથી આવાસ પર આવ્યા નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મંત્રીઓ અહીં રોજ સવારે જનતા દરબાર કરે છે. તે જ સમયે, એવું જોવા મળ્યું કે મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર બે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે – સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી જનતાને મળવાનો સમય. જ્યારે રવિવાર સવારે 9:15.

તપાસ કરતાં સરકારી કોઠીના બીજા છેડે ગેટ પર હાજર ગાર્ડ પાસેથી જાણકારી મળી આવી છે કે કે મંત્રી અહીં 3-4 દિવસથી નથી. કોર્ટ કેસની માહિતી અંગે તેમના પાસેથી જાણકારી મળી આવી છે કે તેઓને સમાચારપત્રમાં આ સમાચાર વાંચ્યા પછી આ અંગેની જાણ થઈ છે. જોકે, મંત્રીના કેટલાક સંબંધીઓ ઘરની અંદર જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ રાકેશ સચાન હાલ કાનપુરના ઘરે છે. તેઓ રવિવારે સવારે 11 વાગ્યે સીએમ યોગી સાથે વાત કરશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેમને લખનૌ પણ બોલાવવામાં આવી શકે છે.

ઉત્તર પ્રદેશ સરકારમાં ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રીને શનિવારે ગેરકાયદે હથિયારના એક જૂના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ પછી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ-3 કોર્ટ સજા સંભળાવે તે પહેલા જ મંત્રી પોતાના વકીલની મદદથી સજાની અસલ નકલ લઈને ભાગી ગયા હતા. હવે કોર્ટના રીડરે મંત્રી વિરુદ્ધ FIR માટે કોતવાલીમાં ફરિયાદ કરી છે. કાનપુરના જોઈન્ટ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે કોર્ટના રીડર કામિની તરફથી ફરિયાદ અરજી મળી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

મંત્રી રાકેશ સચાનના કોર્ટમાંથી ભાગી જવાની ઘટના માટે કોર્ટ તેમજ વકીલો પાસેથી અલગ અલગ જાણકારી મળી આવી છે. મળતી માહિતી મુજબ રાકેશ સચાને ગુપ્ત રીતે કોર્ટરૂમ છોડવાના આરોપોને નકારી કાઢ્યા હતા. રાકેશ સચાનની વાત કરીએ તો તેઓએ સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 1993 અને 2002માં ઉત્તર પ્રદેશની ઘાટમપુર વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ફતેહપુર બેઠક પરથી 2009ની લોકસભા ચૂંટણી જીત્યા. આ પછી સચાન 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હાલમાં, રાકેશ સચાન કાનપુર દેહાતની ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને રાજ્યના યોગી કેબિનેટમાં ખાદી, ગ્રામોદ્યોગ, રેશમ, હેન્ડલૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગ મંત્રી છે.

Most Popular

To Top