SURAT

VIDEO: સુરતમાં ત્રણ પીધ્ધડો વચ્ચે છુટ્ટા હાથની મારામારી: એકને થાંભલા સાથે બાંધ્યો, બીજાને ચપ્પુ માર્યું

સુરત: છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી સુરત શહેરમાં પોલીસ કમિશનરની નિમણુંક થઈ નથી. શહેરમાં પોલીસ કમિશનર જ નથી લાગે છે એ વાત દારૂડિયા અને ટપોરીઓને પણ ખબર પડી ગઈ છે. શહેરમાં પોલીસ જ નહીં હોય તેમ હવે ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે, મારામારી થઈ રહી છે. આવી જ એક ઘટના સોમવારે રાત્રે શહેરમાં બની છે.

સોમવારે રાત્રે ઉધનાના ભીડ ભંજન વિસ્તારમાં દારૂડિયાઓ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી છે. દારૂ પીધા બાદ નશામાં ત્રણ પીધ્ધડો અંદરોઅંદર લડ્યા હતા. છુટ્ટા હાથની મારામારી કરી હતી. એકને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. જ્યારે બીજાને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત પીધ્ધડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટના અંગેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. જેના આધારે ઉધના પોલીસે તપાસ આરંભી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર જ હુમલો થયો હતો. જેથી ઉધના પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયાં છે. મહિલા બુટલેગર રમીલાના દારૂના અડ્ડાની બાજુમાં બબાલ થઈ હતી. રાજુ નાવડીના અડ્ડા પર પીધેલા લડી પડ્યા હોવાનું સામે આવ્યું છે.

ડુમસમાં ડી.જે. વગાડવા બાબતે થયેલી મારામારીમાં આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત : શનિવારની મોડી રાત્રિએ ડુમસ ગામના ગરાસ ફળિયા ખાતે ખલાસી સમાજના લોકો ડી.જે.માં વારંવાર જોર જોરથી ‘એક જ ચાલે માછી ચાલે’ તેવુ ગીત વગાડતા ગરાસ ફળિયામાં રહેતા કોળી પટેલ સમાજના લોકોએ ગીત નહી વગાડવા બાબતે સમજાવ્યા હતા.

જોકે ઉશ્કેરાયેલા ખલાસી સમાજના લોકોએ પટેલ સમાજની મહિલા સહિતના લોકો ઉપર તમારામાંથી એક પણ જીવતો અહીંથી જવા દઈશુ નહી તેમ કહી લાક્ડાના ફટકા અને પત્થરો વડે હુમલો કર્યો હતો. જ્યારે પટેલ સમાજના લોકોએ પણ પત્થરમારો કર્યો હતો. આ અંગે ડુમસ પોલીસે તેમની વિરૂદ્ધ સામ-સામે ગુનો નોંધી 30થી વધુ લોકોની અટકાયત કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યા હતા.

પોલીસવતી સરકારી વકીલ પરવેઝ પઠાણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, પકડાયેલા આરોપીઓ સિવાય સુરજ લાંબો ખલાસી, રોબીન ઉર્ફે બજરો ખલાસી, દિક્ષય ખલાસી, ચેતન ખલાસી, રવિ ખલાસી તથા 150થી 200 ખલાસી સમાજના સ્ત્રી-પુરુષોને આ ગુનામાં પકડવાના બાકી છે. તેઓ હાલ ક્યાં સંતાયેલા છે તે ફક્ત પકડાયેલા આરોપીઓ બતાવી શકે તેમ છે, ગુનામાં વપરાયેલા લાક્ડાના ફટકા રિકવર કરવાના બાકી છે.

આરોપીઓએ જાણી જોઈને બીજા સમાજના લોકોને હલકાઈ મહેસુસ થાય તે રીતે ડી.જેમાં જોર જોરથી એક જ ચાલે માછી ચાલે તેવુ બુમો પાડી ગીત વારંવાર રિપીટ કરી ડુમસ ગામના રહેવાસીમાં વાતાવરણ ઢોળવાનો પ્રયત્ન કર્યો છે. આવુ કરવા પાછળનો તેઓનો મુખ્ય શુ હતો અને તેઓ કરવા માટે અગાઉથી કોઈ પ્લાનિંગ બનાવીને આવ્યા હતા કે કેમ તે અંગે તપાસ કરવી ખુબ અગત્યની છે જો તેની ઉંડાણ પુર્વક તપાસ કરવામાં નહી આવે તો આરોપી ભવિષ્યમાં આ પ્રકારનુ કૃત્ય કરશે તે વાત નકારી શકાય તેમ નથી. આરોપી અગાઉ કોઈ ગુન્હામાં સંડાવેયાલ છે કેમ તેની પણ તપાસ કરવાની છે જેથી 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Most Popular

To Top