Dakshin Gujarat

ખેડૂતે જમીનના રોકડા રૂ.1.30 કરોડ લઈ બીજાને દસ્તાવેજ કરી આપ્યાં

કામરેજ: મૂળ ભાવનગરના (Bhavnagar) તળાજાના કુંઢેલીના વતની અને હાલ સુરત (Surat) નાના વરાછા ચીકુવાડી પાસે સ્નેહમિલન સોસાયટીમાં મકાન નં.એ-66માં શામજી માવજી ગોટી રહે છે. ગત તા.9-4-18ના રોજ જમીન દલાલી કરતા માધુ ભીમા મેર અને ભગા રાહા મેરે કુડસદ ગામે બ્લોક નં.539 વાળી જૂની શરતની ઈશ્વર પરભુ પટેલની જમીન (Land) જોઈ હતી.

બીજા દિવસે પિન્કેશ ઈશ્વર પટેલ સાથે જમીન બાબતે વાતચીત કરી કુડસદની જમીનના એક વીઘાંના 71 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. રૂ.50 લાખ આપો ભાઈ અને બહેન માની જાય પછી જમીનનો ભાવ નક્કી સોદા ચિઠ્ઠી બનાવીશું તેમ કહી સાતાખાટ કરી આપ્યો હતો. ત્યારબાદ તા.26-4-18ના રોજએ ઈશ્વરભાઈના બીજા પુત્ર અતુલે રૂ.5 લાખ એમ અલગ અલગ તારીખે કુલ રોકડા રૂ.1,30,00,000 ચૂકવી દીધા હતા. બાદ પિન્કેશે દલાલ ભગાભાઈને જણાવ્યું કે ભાઈ અને બહેન માનતા નથી. જમીન શામજીભાઈને આપવાની નથી તેમના જે રૂપિયા છે તે વ્યાજ સહિત ચૂકવી દઈશ તેમ કહી જમીનમાં પિન્કેશ અને તેના ભાઈ અતુલનું નામ દાખલ કરાવ્યું હતું. આ જમીન પિન્કેશે કેનિલ દેસાઈને વેચી દીધી હતી. આમ, છેતરપિંડી કરતા પિન્કેશ પટેલ, ઈશ્વર પટેલ, અતુલ પટેલ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ કાંઠા વિસ્તારના સ્થાનિકોએ ટ્રક અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો
વલસાડ: નવસારીના ધોલાઈ બંદર નજીક રેતી ખનન માટેનો કોન્ટ્રાક્ટ રદ થવા છતાં કિશોર પ્રોજેક્ટ દ્વારા રેતી ખનનનો વેપલો ચાલુ રખાયો હતો. જેનો સ્થાનિકોએ વિરોધ કરી તેની મુંબઇથી બોલાવેલી ટ્રકને અટકાવી હોબાળો મચાવ્યો હતો. આ આખો મામલો રૂરલ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો.

નવસારીના ધોલાઈ અને પોસરી વિસ્તારની આજુબાજુ ના વિસ્તારના સ્થાનિક ટ્રક ચાલકો અને સ્થાનિકો રોયલ્ટી લઇ રેતી ઉલેચવાનો ધંધો કરતા હતા. બીજી તરફ નદી ડ્રેજિંગ કરવા કિશોર પ્રોજેકટ દ્વારા પણ કોન્ટ્રાક્ટ કરાયો હતો. છેલ્લા એક મહિનાથી આ કિશોર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ થઇ ગયો હતો. છતાં તેઓ નદીમાંથી રેતી કાઢતા રહ્યા હતા. સ્થાનિકોએ તેનો વિરોધ કરતા એક મહિલાએ રાજકિય વગ હોવાનું જણાવી મુંબઇથી ટ્રક બોલાવી રેતીની સપ્લાય કરતા હતા. ત્યારે આજરોજ મુંબઇની ટ્રકો કિશોર પ્રોજેક્ટની રેતીની ટ્રકો લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમને સ્થાનિકોએ લીલાપોર ગામે અટકાવી હતી. જેમાં મોટો બખેડો થયો હતો. આ બખેડામાં એક મહિલા પોતે રાજકિય વગદાર હોવાની વાત પણ કરી હતી. જેનો આખો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ પણ થયો હતો. ત્યારબાદ આ મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી મામલે કોઇ ફરિયાદ થઇ શકી ન હતી. પોલીસે મામલે સમજાવટથી થાળે પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top