Sports

ઓનલાઇન સટ્ટાબાજી એપની જાહેરાત કરવા બદલ બ્રેન્ડન મેકુલમ સામે જોખમ તોળાયું

લંડન : ઈંગ્લેન્ડની (England) ટીમનો મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ ઓનલાઈન સટ્ટાબાજીની (Online betting) જાહેરાતોમાં દેખાવા બદલ મુશ્કેલીમાં મુકાયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તેના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનો ભંગ કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના માજી કેપ્ટનને જાન્યુઆરીમાં સટ્ટાબાજીના સંગઠનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે તેની ઑનલાઇન જાહેરાતોમાં દેખાતો રહ્યો છે.

  • મેકુલમે પોતાના ફેસબુક પેજ પર આઇપીએલમાં સટ્ટાબાજી એપના પ્રમોશનનો વીડિયો પોસ્ટ કરતા મુશ્કેલમાં ફસાયો
  • ઇસીબીની સ્પષ્ટતા, મેકુલમ સામે તપાસ નથી પણ જાહેરાતના કિસ્સા મામલે અમારા દ્વારા તપાસ ચાલી રહી છે

તેણે 27 માર્ચે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સટ્ટાબાજીની કંપનીને પ્રમોટ કરી રહ્યો છે. બીબીસીના જણાવ્યા અનુસાર, ઇસીબીએ કહ્યું હતું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. બ્રેન્ડન સાથે સટ્ટાબાજીની કંપની સાથેના તેમના સંબંધોની ચર્ચા કરાશે. અમારી પાસે સટ્ટાબાજીને લગતા નિયમો છે અને અમે હંમેશા ખાતરી કરીએ છીએ કે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. જોકે, ઈસીબીએ સ્પષ્ટતા કરી હતી કે મેક્કુલમ હાલમાં કોઈ તપાસ હેઠળ નથી. ન્યુઝીલેન્ડના પ્રોબ્લેમ ગેમ્બલિંગ ફાઉન્ડેશને ગયા અઠવાડિયે આ જાહેરાતો વિશે ઇસીબીને ફરિયાદ કરી હતી. મેક્કુલમે કોચ પદ સંભાળ્યું ત્યારથી છેલ્લી 12 ટેસ્ટ મેચોમાંથી ઈંગ્લેન્ડે 10માં જીત મેળવી છે.

Most Popular

To Top