Vadodara

અલકાપુરી ગટરમાં કામગીરી દરમિયાન પગ ગુમાવનાર કર્મચારીને ઘેર ભેગો કરી દેવાયો!

વડોદરા: મહાનગરપાલિકામાં 15 વર્ષ થી સફાઈ કર્મચારી તરીકે જશવંત સોલંકી ને 2018માં અલકાપુરી વિસ્તારમાં ગટરની કામગીરી કરતી વખતે પગમાં ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા અવ્યો હતો. તે કામગીરી બાદ તેનો પગ કપાઈ જતા બાદમાં વૉર્ડ ઓફીસર દ્વારા તેને ત્રણ મહિનાની રજા પર ઉતાર્યા બાદ તેને  પાલિકામાંથી ફરજ પર કમી કરતાં તેના ઘર ભેગો કરી દીધો હતો. ખરેખર પાલિકાની માનવતા મરી પડવારી છે.

જેને લઈને આજે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ડેપ્યુટી કમિશનરને રજૂઆત પણ કરી હતી.મહાનગરપાલિકાને માનવતા ખરેખર મરી પડવારી હોય તેમ લાગી રહ્યું છે જે પ્રમાણે ખાનગી પેઢીમાં રવાના કરે એવી રીતે પાલિકાએ સફાઈ કર્મચારી ને કાઢી મૂક્યો હતો. 2018માં તેઓ વહીવટી વોર્ડ નંબર 10 મા સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. 12 ફેબ્રુઆરી 2018 ના રોજ વૉર્ડ  ઓફિસમાંથી અલકાપુરી વિસ્તારમાં ગટરની કામગીરી કરતા સમયે તેમના પર ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે તે સમયે ડોક્ટર દ્વારા તેમનો પગમાં ઇજા પહોંચતા તેમનો પગ કાપી નાખવામાં આવ્યો હતો. વહીવટી વોર્ડ નંબર 10ના વોર્ડ ઓફિસરે જશવંત સોલંકી પોતાનો રોફ જમાવી ને ત્રણ મહિનાની રજા પર ઉતારી દેવામાં આવ્યો હતો. ત્રણ મહિના બાદ સોલંકી ફરજ પર હાજર થવા ગયા ત્યારે તેઓનું નામ પાલિકામાંથી કમી કરી દેવામાં આવ્યું હતું અને તેમને વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે રજૂઆત કરવાની વાત કરી હતી.

2018 થી જશવંતભાઈ સોલંકી પાલિકાઓના ધક્કા ખાય છે. તેઓ પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, શાલીની અગ્રવાલ અને મેયરને કેયુર રોકડીયાને પણ રજૂઆત કરી હતી છતાં તેમનો કોઇ પણ પ્રકારે નિકાલ આવ્યો ન હતો. પોતાનો પરિવાર નો ગુજરાન ચલાવી શકે તેના માટે રોજ પાલિકામાં ધક્કા ખાય છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કર્મચારીની કરુણતા સમજી શકશે. વોર્ડ નં.10 પૂર્વ મેયર ડો.જીગીશાબેન શેઠ અને હાલના મેયર કેયુર રોકડિયા વોર્ડ આવેલા છે અને તેઓ પણ માનવતા ભૂલ્યા છે. કર્મચારી નાનો હોય કે મોટો હોય તેનું હિત જોવાનું અને સુરક્ષા રાખવાની જવાબદારી પાલિકાની છે.

Most Popular

To Top