Dakshin Gujarat

સેવણીની સાંદિપની સ્કૂલમાં 30 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી

કામરેજ: કામરેજના (Kamrej) સેવણી ગલી સાંદિપની એજ્યુકેશનલ એકેડમી 11 ઓગસ્ટનાં રોજ ભાઈ-બહેનના પવિત્ર એવા રક્ષાબંધનની (Rakshabandhan) અનોખી રીતે ઉજવણી (Celebration) કરવાની શાળાના શિક્ષક મિત્રોએ કરી હતી. શાળાના તમામ શિક્ષક મિત્રોએ ભેગા મળીને 30 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી ઇકો ફ્રેન્ડલી રાખડી (Rakhi) બનાવી હતી. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પણ ઉજવણીના ભાગીદાર બની ઘણી બધી નાની ઇકો ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરી પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવા માટેનો સંદેશો પ્રસારિત કર્યો હતો. આમ રક્ષાબંધન તહેવાર નિમિત્તે અનોખી અવનવી રાખડીઓ બનાવી જીવનમાં ભાઈ-બહેનના પ્રેમનું મહત્ત્વ સમજાય અને સંબંધો મજબૂત બનાવવા માટે વિદ્યાર્થી મિત્રોને માહિતગાર કરી આનંદઉલ્લાસ ભરેલી ઉજવણી કરવામાં આવી હતી.

પારડીમાં અવનવી ડિઝાઈનમાં બાળકોની લાઇટવાળી રાખડીએ આકર્ષણ જમાવ્યું
પારડી : પારડીમાં રક્ષાબંધનનો ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બજારમાં અવનવી ડિઝાઈનમાં બાળકોની લાઇટવાળી રાખડીએ આકર્ષણ જમાવ્યું છે. જો કે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ રક્ષાબંધનના બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં અવનવી વેરાયટીમાંઆ વર્ષે ડાયમંડ, બાઈક, રાધે-ક્રિષ્ના, શિવાજી, બાળકો માટે કાર્ટુનવાળી બેન્ટન, ડોરેમોન, છોટા ભીમ, લાઇટવાળી રાખડીઓ આવી છે. વેપારીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાખડીના વેચાણમાં ગ્રાહકી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જ્વેલર્સની દુકાનમાં સોના- ચાંદીની રાખડીઓની પણ લોકોમાં માંગ ઉઠી છે.

સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજાણી
સુરત: સુરતના સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી ભારત-પાક. બોર્ડર નડા બેટ ખાતે બીએસએફના જવાનો સાથે કરાઈ હતી. સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશને બનાસકાંઠા નડા બેટ બીએસએફ કેમ્પ ખાતે જવાનો સાથે રક્ષાબંધન મનાવી રાખડી બાંધી મીઠાઈ ખવડાવી ઉજાણી કરી હતી. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે, પોતાના પરિવારને-સ્વજનોને છોડી આપણી રાત-દિવસ રક્ષા કરતા આપણા બહાદુર બીએસએફ જવાનોને આવા પર્વ નિમિત્તે પોતાના પરિવારજનોની યાદ આવતી હોય છે. ત્યારે આવા પ્રસંગોએ યાદને હળવી કરવા માટે સંસ્થાનો આ એક નાનકડો પ્રયાસ માત્ર છે.

Most Popular

To Top