Dakshin Gujarat

લ્યો બોલો… રાજપીપળામાં લગ્ન બાદ પત્નીનું વજન વધતા શિક્ષક પતિએ છૂટાછેડા માગ્યા

રાજપીપળા: પોતાની પત્નીનું (Wife) વજન (Weight) વધારે હોવાથી રાજપીપળાની (Rajpipla) પરિણીતા પાસે શિક્ષક પતિએ (Husband) છૂટાછેડા (Divorce) માંગ્યા હતા. જો કે, પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરતાં અભયમ ટીમ પરિણીતાની મદદ કરવા પહોંચી જઈ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. છૂટાછેડા આપવા માંગતા પતિને 181 મહિલા હેલ્પલાઈન ટીમે યોગ્ય માર્ગદર્શન આપી મામલો થાળે પાડ્યો હતો.

  • પતિ અવારનવાર પોતાની પત્નીને જાડી કહીને હેરાન કરતો હતો
  • પતિ અન્ય સ્ત્રી સાથે મિત્રતા કેળવી તેમને વધુ સમય આપતો હતો
  • 181 મહિલા હેલ્પલાઈન ટીમે યોગ્ય માર્ગદર્શન આપી મામલો થાળે પાડ્યો

પ્રાપ્ત માહિતી મુજબ પરિણીતાના સામાજિક રીત-રિવાજ મુજબ શિક્ષક સાથે લગ્ન થયાં હતાં. જેમના સુખી દામ્પત્ય જીવનથી હાલમાં આઠ વર્ષનો પુત્ર છે. પ્રસૂતિ બાદ ધીરે ધીરે પરિણીતાનું વજન વધવા લાગ્યું હતું. જેને કન્ટ્રોલ કરવા તેઓ કસરત અને ટ્રીટમેન્ટ પણ કરાવતા હતા. પતિ અવારનવાર પોતાની પત્નીને જાડી કહીને હેરાન કરતો હતો. હવે તું મારા કોઈ કામની નથી તેવું જણાવી છૂટાછેડા માંગતો હતો. આ ઉપરાંત અન્ય સ્ત્રી સાથે મિત્રતા કેળવી તેમને વધુ સમય આપતો હતો. પત્ની કે બાળકની કોઈ કાળજી કે જરૂરિયાત પૂરી કરતો નહતો.

અભયમ દ્વારા પતિનું અસરકારતાથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા કે આ રીતે પત્નીને હેરાન કરવી એ સામાજિક અને કાયદાકીય અપરાધ છે. જેની સજા થઈ શકે, માટે એક આદર્શ પતિ અને પિતા તરીકે તમારે વર્તન કરવું જોઇએ. શરીર વધવું એ એક પ્રક્રિયા છે. તમે યોગ્ય પ્રોત્સાહન આપી કસરત કરાવો, ડાયટ મેનુ બનાવી યોગ્ય આહાર આપો તો સારું પરિણામ આવી શકે તેમ જણાવતાં પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. અને હવે પછી પત્નીને કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરું તેની ખાતરી આપતાં પરિણીતાને રાહત થઈ હતી.

Most Popular

To Top