SURAT

વરાછાના હીરાના કારખાનામાંથી હીરા ચોરીને રત્નકલાકાર મુંબઈ ભાગી ગયો અને…

સુરત (Surat) : શહેરના વરાછા ખાતે એ.કે.રોડ ઉપર આવેલા હિરાના (Diamond) કારખાનામાં (Factory) ગયા વર્ષે નોકરી (Service) કરી 53 લાખના હિરાની ચોરી (Theft) કરી નાસી ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ગયા અઠવાડિયે ઝડપી (Arrest) પાડ્યો હતો. આ કેસમાં વરાછા પોલીસે મુંબઈના (Mumbai) હિરા દલાલની પણ ગઈકાલે ધરપકડ કરી હતી. આ હિરા દલાલે ચોરીના હિરા પૈકી 105 હિરા વેચાવી આપ્યા હતા.

  • વરાછાના કારખાનામાંથી ચોરીના 53.83 લાખના હીરા વેચી આપનાર દલાલ મુંબઈથી પકડાયો
  • હીરાની ચોરી કરી નાસી ગયેલો આરોપી અગાઉ ઝડપાયો હતો, જ્યારે 105 હીરા વેચાવી આપનાર દલાલની પણ ધરપકડ થઇ

ક્રાઈમ બ્રાંચની ટીમે ગયા અઠવાડિયે બાતમીના આધારે ઉત્રાણ વી.આઈ.પી. ચોકડી નજીકથી આરોપી રત્નકલાકાર મેહુલ બાવકુભાઈ કામળીયા (ઉ.વ.23, રહે. જવાહર સોસાયટી, સીતાનગર ચોકડી, વરાછા તથા મુળ તળાજા, ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી વરાછા એ.કે.રોડ ઉપર આવેલી ધરતી ડાયમંડ નામના હીરાનું કારખાનું ચલાવતા બકુલભાઈ ધીરૂભાઈ સાવલીયા (રહે.94, સાધના સોસાયટી મોટા વરાછા) ને ત્યાં સરીન ઓપરેટર તરીકે મશીન ઉપર કામ કરતો હતો.

દરમિયાન તેણે વિશ્વાસ મેળવી 8 સપ્ટેમ્બર 2021 ના રોજ સાઈન કરવા માટે આપેલા હીરા પૈકી કુલ 730 કાચા હીરાના પડીકા જેનુ કુલ વજન 264 કેરેટ તથા ૫૧ સેંટના જેની કુલ કિમત 53.82 લાખના હીરા લઈને વતન બાજુ નાસી ગયો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો ત્યારે ક્રાઈમ બ્રાંચના હાથે સુરત શહેરમાં કામધંધા અર્થે વતનથી પરત આવતાની સાથે ઝડપાઈ ગયો હતો.

આ કેસમાં વરાછા પોલીસે વધુ એક આરોપી વિશાલ ભરતભાઇ પારેખ (ઉ.વ.43, ધંધો.વેપાર રહે.રૂમ નં.7, ગણેશ કમ્પાઉન્ડ ઇસ્ત્રા વિધ્યાલયની બાજુમાં, ઘલ્ટનપાડા નં.૨. દહીસર ઇસ્ટ, મુંબઇ ૬૮, મહારાષ્ટ્ર તથા મુળ રાજુલા, જી.અમરેલી) ની ધરપકડ કરી હતી. ભરતભાઈ પોતે હીરા દલાલ હોવાની સાથે હીરાનો વેપાર કરે છે. અને આરોપીએ 105 હીરા ભરતભાઈની મદદથી વેચ્યા હતા.

Most Popular

To Top