Sports

મેદાન પર ધોનીના ઈમોશન્સ છલકાયા, સર જાડેજાને ઊંચકી લીધો, ચાહકો રડી પડ્યાં: VIDEO

અમદાવાદ: વરસાદ, રિઝર્વ ડે અને ડકવર્થ લુઈસ વચ્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. આ મેચમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું હતું. રવિન્દ્ર જાડેજા મેચનો સૌથી મોટો હીરો બન્યો હતો. જ્યારે છેલ્લા બે બોલ પર 10 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા તેની ટીમ મેચ જીતતાની સાથે જ પેવેલિયન તરફ દોડી ગયો હતો. ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ પણ મેદાન તરફ દોડી ગયા હતા.

રવિન્દ્ર જાડેજાએ પણ આ ઈનિંગથી બતાવી દીધું કે તે અંડરપ્રેશર મેચોનો શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ મોહિત શર્માના બોલ પર ફાઈન લેગ પર ચોગ્ગો ફટકારતા જ તેમનો ઉત્સાહ વધી ગયો હતો. ત્યારબાદ તે સીધો ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફ દોડ્યો. ધોનીએ પણ તેને ખોળામાં ઊંચકી લીધો હતો.

પહેલીવાર ધોનીને ચાહકોએ મેદાન પર ઈમોશનલ જોયો હતો. IPL 2023માં આ ક્ષણ જોઈને ઘણા ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. CSKની મેચ જીત્યા બાદ દર્શકો ભાવુક થઈ ગયા, ઘણા લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા. જેણે સાબિત કર્યું કે દર્શકોને એમએસ ધોની પ્રત્યે ખાસ લગાવ છે. મેચ બાદ એક છોકરી રડવા લાગી, જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મેદાન પર છલકાયો લાગણીનો પૂર, જાડેજા પત્ની રિવાબાને મેદાન પર જ ભેંટી પડ્યા
ચેન્નાઈ મેચ જીતતા મેદાન પર લાગીણીઓનું પૂર છલકાયું હતું. આ ફાઈનલ મેચ જોવા જામનગરના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ આવ્યા હતા. છેલ્લી બોલે ફાઈન લેગ પર ચોગ્ગો ફટકારી જાડેજાએ ચેન્નાઈને જીત અપાવતા રિવાબા ભાવુક થયા હતા અને મેદાન પર દોડી ગયા હતા. મેદાન પર જ પતિ-પત્ની એકબીજાને ભેંટી પડ્યા હતા.

રિવાબાના ચહેરા પર જીતની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. ત્યાર બાદ રિવાબાએ ટ્રોફી હાથમાં લઈ જાડેજા અને ધોની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

વરસાદ બાદ 171નો ટાર્ગેટ છેલ્લી બોલે ચેન્નાઈએ હાંસલ કરી જીત મેળવી
આ મેચમાં ગુજરાતને 215 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ પડતાં ડકવર્થ લુઈસ નિયમ મુજબ 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક ઘટાડી દેવામાં આવ્યો હતો. જવાબમાં ચેન્નાઈની ટીમે 5 વિકેટે 171 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 25 બોલમાં સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 અને અજિંક્ય રહાણેએ 27 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 અને નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

Most Popular

To Top