Madhya Gujarat

દેવગઢ બારીયાના ગામડામાં ડેન્ગ્યૂ અને ટાઇફોઇડ વકર્યા

દાહોદ: દેવગઢબારીયા તાલુકાના ગામડામાં ઋતુજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ચોમાસુ પ્રારંભમાં તાવ, શરદી, ખાંસી જેવા રોગો સામાન્યતઃ શરૂઆત થઇ હતી. ગામડા ના લોકો સરકારી દવાખાને કોરોના વાઇરસ પોઝિટિવ કાઢશે તેવી બીક ના લીધે સરકારી દવાખાને જવાનું ટાળતા હતા. દેવગઢબારીયા તાલુકા ના મોટાભાગ ના ગામડામાં હમણાં ટાઇફોઇડ અને ડેન્ગયુંના દર્દીઓ માં વધારો થઈ રહ્યો છે. કેટલાય ગામડા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલા છે છતાં પણ દર્દીઓ આ સરકારી દવાખાને જતા નથી જેના કારણે સરકારી દફ્તરે ડેન્ગયું જેવા રોગોના દર્દીઓની કોઈ નોંધ નથી.

હમણાં વીસ દિવસ પહેલા મોટીઝરી ગામના એક છોકરા નું ગોધરા ખાતે ડેન્ગયુ માં મોત થયુ હતું જે આખા ગામમાં જગજાહેર છે. ગામડા ના દર્દીઓ મોટાભાગે ખાનગી દવાખાને સારવાર કરાવતા હોય છે. અને લેબોરેટરી રિપોર્ટ પણ ત્યાં જ કરાવતા હોય છે.દેવગઢબારીયા નગર માં પણ ખાનગી લેબોરેટરી વાળા દર્દીઓ ને કોઈ બિલ આપતાં નથી અને લેબોરેટરી ની થતી ફી ઉપરાંત ની વધારે ફી વસુલ કરી ગામડા ના દર્દીઓ ને રિપોર્ટ આપી દેતા  હોય છે.મોટભાગ ના રિપોર્ટ હાલમાં ટાઇફોઇડ અને ડેન્ગ્યુ ના આવતા હોવાની ખાનગી માહિતી મળી છે. આરોગ્ય વિભાગ દ્વવારા ગામડા સર્વે હાથ ધરવાંમાં આવે તો ડેન્ગયુ જેવા રોગો કેસ મળી શકે તેમ છે.

Most Popular

To Top