National

દિલ્હી હાઈકોર્ટનાં જજે પાલતુ શ્વાનના મોત માટે સુરક્ષા કર્મચારીઓને જવાબદાર ઠરાવ્યાં!

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટમાંથી (Delhi HC) કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયેલા જસ્ટિસ ગૌરાંગ કાંથે દિલ્હી પોલીસના (Police) જોઈન્ટ પોલીસ કમિશનર (સિક્યોરિટી)ને પત્ર (Letter) લખ્યો છે.જસ્ટિસ કાંથે આરોપ લગાવ્યો છે કે પોલીસકર્મીઓની બેદરકારીને કારણે તેમના પાલતુ કૂતરાનું (Pet dog) મોત (Death) થયું હતું તેથી દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગૌરાંગ કાંથે તે પોલીસકર્મીઓ સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી છે જેઓ ઈમરજન્સીની સ્થિતિમાં તેમના બંગલાનો દરવાજો ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. જસ્ટિસ કાંથે આરોપ લગાવ્યો કે પોલીસકર્મીઓની આ અયોગ્યતાના કારણે તેમનો પાલતુ કૂતરો મૃત્યુ પામ્યો હતો.જસ્ટિસ કાંથે દિલ્હી JCPને પત્ર લખીને અધિકારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી છે.

પત્રમાં શું લખ્યું હતું
જસ્ટિસ કાંથે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘હું આ પત્ર ખૂબ જ દુઃખ અને ગુસ્સાની લાગણીથી લખી રહ્યો છું. મારા બંગલાની રક્ષા કરતા અધિકારીઓની અસમર્થતાને કારણે મારો પાલતુ કૂતરો મૃત્યુ પામ્યો છે. હું બંગલામાં તૈનાત સુરક્ષા અધિકારીઓને દરવાજો બંધ રાખવા કહેતો રહ્યો પરંતુ તેઓ મારા નિર્દેશોની અવગણના કરતા રહ્યા અને તેમની વ્યાવસાયિક ફરજમાં નિષ્ફળ ગયા હતા. આવી બિનકાર્યક્ષમતા અને ફરજની ઉપેક્ષા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ રીતે મારો જીવ પણ જોખમમાં આવી શકે છે… સુરક્ષાકર્મીઓની આ પ્રકારની બેદરકારીને કારણે મારા ઘરે બીજી પણ ઘટનાઓ ઘટી શકે છે. તેમણે ઉમેર્યું હું મારી સુરક્ષાને લઈને ચિંતિત છું…. હું તમને વિનંતી કરું છું કે આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો…’

जस्टिस गौरांग कंठ

CJIએ આ માંગણી કરી હતી
જસ્ટિસ કાંથે જોઈન્ટ પોલીસ કમિશનરને ત્રણ કામકાજના દિવસોમાં આ સંબંધમાં લેવાયેલા પગલાંનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. જસ્ટિસ કાંથનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડે દેશના તમામ ન્યાયાધીશોને કહ્યું છે કે પ્રોટોકોલ હેઠળ મળતી સુવિધા તમારા વિશેષાધિકાર નથી. CJIએ કહ્યું છે કે સુવિધાઓનો ઉપયોગ એવી રીતે થવો જોઈએ કે અન્યને તકલીફ ન પડે.

Most Popular

To Top