National

PM મોદીના નિવાસસ્થાન ઉપર ઉડતું ડ્રોન જોવા મળતા હલચલ, પોલીસ તપાસમાં જોડાઈ

નવી દિલ્હી: વડાપ્રધાનના (PM) નિવાસસ્થાન ઉપર સોમવારે વહેલી સવારે ડ્રોન (Drone) ઉડ્યું હોવાની માહિતી મળતાં હલચલ મચી ગઈ હતી. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને (Delhi Police) જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે એસપીજીએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓએ ડ્રોનની શોધખોળ શરૂ કરી હતી.જો કે હજુ સુધી ડ્રોનની ભાળ મળી નથી. આ ડ્રોન કોનું છે અને પીએમ આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે પીએમનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.

વડાપ્રધાનના નિવાસસ્થા માટે પ્રવેશ 9, લોક કલ્યાણ રોડથી મળે છે. પ્રથમ કાર પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી જે તે વ્યકિતની તપાસ કરવામાં આવે છે. આ પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ રોડ પરથી એન્ટ્રી લે છે. પીએમના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકિંગ સિસ્ટમમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે. જે તે વ્યકિત પાસે ઓળખ કાર્ડ હોવું પણ ફરજિયાત છે.

ભારતના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે જે રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી અહીં રહે છે. વડાપ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ ‘પંચવટી’ છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે.

Most Popular

To Top