National

આ ત્રિવેણીના કારણે બીજેપીને મળી જીત: પીએમ મોદી

નવી દિલ્હી: ત્રિપુરા, નાગાલેન્ડમાં શાનદાર જીત પછી ભાજપ (BJP) ખુબ ખુશ જોવા મળી રહી છે. બીજેપીના તમામ કાર્યકરોએ આજે જોરદાર ઉજવણી (Celebration) કરી છે. ભાજપની જીતની ઉજવણી દિલ્હી (Delhi) સ્થિત ઓફિસામં કરવામાં આવી છે. આ ઉજવણીમાં પીએમ મોદી, જે.પી નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ તેમજ અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. અહીં પીએમ મોદીએ તમામ કાર્યકર્તાઓે સંબોધિત કરી તેઓની કામગીરી માટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ બીજેપીની જીતનું કારણ પણ જણાવ્યું હતું.

અમારી જીતનું કારણ ત્રિવેણી એટલે કે ત્રણ ધારાઓનો સંગમ છે: PM
પીએમ મોદીએ બીજેપીની જીતનું કારણ આપતા કહ્યું કે અમારી જીતનું કારણ સૌ જાણે છે. અમારી જીતનું કારણ ત્રિવેણી એટલે કે ત્રણ ધારાઓનો સંગમ છે. અમારી જીતનું પ્રથમ કારણ અમારું કામ અને વિકાસ યોજના છે. બીજું કારણ અમારી કાર્ય સંસ્કૃતિ છે અને ત્રીજું કારણ અમારા કાર્યકર્તા છે. અમારા કાર્યકર્તા પાર્ટી અને દેશની સેવા માટે હંમેશા તૈયાર રહ્યાં છે. આ ત્રણ સંગમ અને તેની તાકતના કારણને અમને વિક્રમી જીત મળી છે.

પીએમ મોદીએ વિપક્ષ ઉપર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે કેટલાય લોકો મારી કબર ખોદવાની વાત કરી રહ્યાં હતા. મને મારવાની વાત કરી રહ્યાં હતા પણ આજે ચૂંટણીના પરિણામોએ તમામની બોલતી જ બંધ કરી દીધી છે. દેશભરમાં મોદીનું કમળ ખીલ્યું છે. સીધુ ન કહેતા તેમજ આમ આદમી પાર્ટી ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાય લોકો મને કહેતા હતા કે “મર જા મોદી મર જો” પણ આજે દેશ કહી રહ્યો છે કે “મત જા મોદી મત જા”.

મોદીએ વધુમાં જણાવ્યું કે પહેલાની સરકાર સમસ્યાની ટાળતી હતી જયારે બીજેપી સરકાર લોકોની હેરાનગતિઓને સમજીને તેનો નીવેળો લાવવાના પ્રયાસો કરે છે. અમારી સરકારે મોટામાં મોટી મુશ્કેલીઓનો ઉપાય આવે તેવાં પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું લોકોની મુશ્કેલીઓ જોઈને તેમજ સાંભળીને અમને ઊંઘ નથી આવતી અમે કયારેય મુશ્કેલીઓથી મોઢું નથી ફેરવ્યું. અમે મુશ્કેલીઓના નિકાલ માટે પગલા ભર્યા છે. ભાજપે દેશને નવી રાજનિતિ આપી છે.

દિલમાં ભારતને એક કરવાની વાત નથી અને ભારત જોડો યાત્રા કરે છે: પીએમ મોદી
પીએમએ કોંગ્રેસ ઉપર વાર કરતાં કહ્યું કે કેટલાક લોકો ધર્મ સાથે બેઈમાની કરે છે. આજના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે ફરી એકવાર નાના શબ્દ પ્રત્યે પોતાની નફરત બતાવી છે. કોંગ્રેસ કહે છે કે આ નાના રાજ્યો છે…તેના પરિણામોથી બહુ ફરક નથી પડતો…જ્યારે દિલમાં ભારતને એક કરવાની વાત નથી અને નીકળી પડે છે આવા લોકો ભારતને એક કરવા. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસના આ શબ્દો રાજ્યોની જનતાનું અપમાન છે. આ માનસિકતાએ દેશને ઘણું નુકસાન કર્યું છે. જ્યારે ભાજપે ગરીબો માટે શૌચાલય બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે તેને પણ નાનું કામ ગણાવ્યું.

Most Popular

To Top