National

EDએ અરવિંદ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલ્યું, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. શુક્રવારે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં અરવિંદ કેજરીવાલને 3 જાન્યુઆરી 2024ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલ હાલ 10 દિવસની વિપશ્યના માટે પંજાબમાં છે.

  • EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલ્યું, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
  • દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 3 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ ઇડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે 18 ડિસેમ્બરે સમન્સ જારી કરીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું.

બે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં એપ્રિલ મહિનામાં સીબીઆઈએ સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 16 એપ્રિલ પછી EDએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા ન હતા. કેજરીવાલ (55)ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાન દિલ્હીમાં કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થયા બાદ એજન્સી તેમનું નિવેદન રેકોર્ડ કરશે. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં EDએ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. 16 એપ્રિલે સીબીઆઈએ સીએમ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.

Most Popular

To Top