Gujarat

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, દક્ષિણ ગુજરાત સહિત કચ્છ-જામનગરમાં માવઠાની વકી

ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટબન્સ સિસ્ટમની ટ્રફ રેખા ગુજરાત (Gujarat) વચ્ચેથી પસાર થાય છે ત્યારે તેના કારણે આકાશ વાદળછાયું રહેશે, જોકે ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી શકે છે. જયારે પૂર્વીય પવન ચાલી રહ્યો છે. જેના પગલે આગામી સાત દિવસ દરમ્યામન ઠંડીનું જોર રહેશે. ટ્રફ રેખાના પગલે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ , નવસારી, દમણ , દાદરા નગર હવેલી , કચ્છ અને જામનગરમાં પણ છૂટો છવાયો વરસાદ (Rain) થઈ શકે છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં કચ્છના નલિયામાં 13 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.

  • દક્ષિણ ગુજરાત સહિત કચ્છ- જામનગરમાં માવઠાની વકી
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સ સિસ્ટમની ટ્રફ રેખા ગુજરાત વચ્ચેથી પસાર થતી હોવાથી વાદળછાયું વાતાવરણ

અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે.,ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 13 ડિ.સે., કંડલા પોર્ટ 18 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે. અને રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top