National

ભાજપે રામલીલા મેદાનમાંથી MCD ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું, નડ્ડાએ કેજરીવાલ સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી: ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) દિલ્હીના (Delhi) રામલીલા મેદાનમાં ‘પંચ પરમેશ્વર સંમેલન’ને સંબોધિત કર્યું છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે દિલ્હીના સીએમ (CM) અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. નડ્ડાએ કહ્યું, “જૂઠું બોલવું, છેતરવું અને ખોટા આંકડા આપવો એ કેજરીવાલનો સ્વભાવ છે. દિલ્હીનું એજ્યુકેશન મોડલ ખોટુ છે પરંતુ ત્યાં કોઈ શાળા નથી, ક્લાસરૂમ નથી, કોર્સ નથી. કૌભાંડી સરકારના 3-3 મંત્રીઓ કાયદો અને કોર્ટના કારણે જેલમાં છે. આજે કેજરીવાલના ધારાસભ્ય જલ બોર્ડ કૌભાંડ અને ટેન્ડર કૌભાંડમાં જેલ અને જામીન વચ્ચે ફરે છે. અમે તેમને આવનારી MCD ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં હરાવીશું.

કેજરીવાલે કમિશન લેવામાં કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડ્યોઃ નડ્ડા
નડ્ડાએ કહ્યું કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં કૌભાંડ પર કૌભાંડ કર્યા. કેજરીવાલે દિલ્હીની હાલત કફોડી બનાવી દીધી છે. તમારે (કેજરીવાલ) જવું પડશે, ભાજપે આવવું પડશે. દારૂની નીતિ હેઠળ દારૂની ડિલિવરી અને કૌભાંડ આચરવામાં આવતું હતું. લોકપાલને લઈને આ રામલીલામાં ધરણા પર બેઠા, પણ કેજરીવાલે કોંગ્રેસનું કમિશન લેવાનો રેકોર્ડ તોડી નાખ્યો. નડ્ડાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલે ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ લેવા દીધો ન હતો. પીએમ મોદીએ અમને શીખવ્યું છે કે કામ અને વિકાસના નામે અમે લોકોને જોડીશું. વર્ષ 2012માં MCDના વિભાજન બાદ હવે એકીકરણ થયું છે.

કોંગ્રેસ ભાઈ-બહેનની પાર્ટી બની ગઈ છેઃ નડ્ડા
નડ્ડાએ કહ્યું, “અમારું મૂળ 1950ના દાયકામાં છે. તમામ પક્ષોની નૈતિકતા, વિચારો, પદ્ધતિઓ અને વિચારસરણી બદલાઈ ગઈ છે, સમાજવાદીઓ હવે સમાજવાદી નથી રહ્યા, સામ્યવાદીઓ હવે સામ્યવાદી નથી રહ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ન તો ભારતીય છે કે ન રાષ્ટ્રીય કે કોંગ્રેસ, તે એક ભાઈ-બહેનની પાર્ટી બની ગઈ છે. નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે એક મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરતી પાર્ટીઓ રામલીલા મેદાનમાં જાહેર સભાઓ યોજવામાં અસમર્થ છે અને ભાજપનું કાર્યકર્તા સંમેલન અહીં યોજાય છે.

નડ્ડાએ કહ્યું કે અમે એક રાષ્ટ્ર એક સંવિધાન એક નિશાની બતાવી છે. અમે એકમાત્ર પાર્ટી છીએ, જે વૈચારિક છે, જે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, જેનો લોકોમાં જન આધાર છે. અમે રાજ્ય, રાષ્ટ્રીય અને સ્થાનિક ચૂંટણી પણ જીતીએ છીએ. કોવિડ સમયે અન્ય પક્ષોના નેતાઓ વીસી અથવા ટ્વિટર પર મળતા હતા, પરંતુ ભાજપના કાર્યકરો જનતામાં જઈને તેમની સેવા કરતા હતા.

Most Popular

To Top