SURAT

મેટ્રોની મોકાણ : ચોકબજાર ટ્રાફિકની સમસ્યા વધતા મેટ્રોના અધિકારીઓને મનપાનું તેડું

સુરત: શહેરના ડ્રીમ પ્રોજેક્ટ( Dream project) મેટ્રોની કામગીરીને(Metro operations) લઈ શહેરના ઘણા રસ્તા બંધ રાખવામાં આવી રહ્યા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા (Traffic problem)વધી રહી છે અને ખાસ કરીને ચોક બજાર (Chowk Bazaar) ચાર રસ્તા પાસેનો રસ્તો બંધ કરી દેવાતા સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીએ જતા મનપાના કર્મચારીઓ, અધિકારીઓ ટ્રાફિકમાં અટવાતા હાલત કફોડી થઈ રહી છે.

રસ્તો બંધ કરી દેતા ટ્રાફિકની ઘણી સમસ્યા થઈ રહી છે

સ્થાયી અધ્યક્ષ દ્વારા તાબડતોબ મેટ્રોના અધિકારીઓને મનપા કચેરીએ બોલાવી મીટીંગ કરી હતી. ખાસ કરીને હાલ ચોરકબજાર પાસે મેટ્રોની કામગીરી મોટા પ્રમાણમાં થઈ ન રહી હોય, પહેલેથી જ રસ્તો બંધ કરી દેતા ટ્રાફિકની ઘણી સમસ્યા થઈ રહી છે.મેટ્રોની કામગીરીને લઈ ચોક બજાર ચાર રસ્તાથી કતારગામ જતો રસ્તો બંધ કરતા મનપાના કર્મચારીઓ, એલ.આઈ.સી. કચેરી, સ્કૂલ  તરફ જવા માટે કર્મચારી- લોકો પરેશાન થઈ રહ્યા છે. સુરતમાં મેટ્રોની હાલ કામગીરી ચાલી રહી છે તેના કારણે શહેરના અનેક રસ્તા  બંધ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..

મેટ્રોના અધિકારીઓને બોલાવી મીટીંગ કરી

હાલમાં ચોક બજાર ચાર રસ્તા પર કોઈ કામગીરી ચાલતી નથી. ચોક બજાર ચાર રસ્તા પર ચાલતી કામગીરી મહોરમના કારણે બંધ કરી  રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો. આ જગ્યાએ હાલ પણ કોઈ કામગીરી ચાલતી નથી કે કોઈ મશીનરી નથી તેમ છતાં મેટ્રો દ્વારા હાલ ચોક બજારથી મનપા કચેરી તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો  છે. ઼ જેથી સ્થાયી અધ્યક્ષ દ્વારા મેટ્રોના અધિકારીઓને બોલાવી મીટીંગ કરી હતી અને જો ફુલફ્લેજમાં કામ થતું હોય ત્યારે જ સંપુર્ણ રસ્તો બંધ કરવામાં આવે તે અંગે ચર્ચા થઈ હતી.

Most Popular

To Top