World

ઈટાલીના વડાપ્રધાન મેલોનીનો ડીપફેક એડલ્ટ વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગઈ

નવી દિલ્હી: ઈટાલીના (Italy) વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો (Prime Minister Georgia Maloney) એક ડીપફેક એડલ્ટ વીડિયો (Deepfake adult videos) સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ (Viral) થતાં ચકચાર મચી ગઈ છે. પોર્ન સ્ટારના વીડિયો પર મેલોનીનો ચહેરો ડીપફેક ટેક્નોલોજીથી મોર્ફ કરી વીડિયો બનાવાયો છે. આ કેસમાં પોલીસે વીડિયો બનાવી વાયરલ કરનાર આરોપી પિતા-પુત્રની શોધી કાઢ્યા છે. હવે આ કેસમાં મેલોનીએ 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે.

આ કેસની વધુ મળતી વિગત અનુસાર આરોપીઓએ ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ્યોર્જિયા મેલોનીનો એડલ્ટ વીડિયો બનાવી તે ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. પોલીસનો દાવો છે કે બે ઈસમોએ આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં મેલોનીનો ચહેરો એક પોર્નસ્ટારના ચહેરા પર મોર્ફ કરાયો હતો. પોલીસે આ કેસમાં 50 વર્ષીય ઈસમ અને તેના 73 વર્ષીય પિતા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધ્યો છે.

મોબાઈલ ફોન ટ્રેક કરી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી
પોલીસનું કહેવું છે કે તેઓ તેમના મોબાઈલ ફોન ટ્રેક કરીને આરોપીઓ સુધી પહોંચ્યા હતા. આ સ્માર્ટફોનનો ઉપયોગ ઇન્ટરનેટ પર વીડિયો અપલોડ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ પોર્ન વીડિયો 2022નો છે, મેલોની વડાપ્રધાન બન્યા તે પહેલાનો છે. ઇટાલીમાં કેટલાક માનહાનિના કેસો ફોજદારી છે અને જેલની સજા લઈ શકે છે. આ કેસમાં મેલોનીની જુબાની 2 જુલાઈએ થવાની છે.

આ વીડિયો અમેરિકાની એક પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો
ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે આ વિડિયો યુ.એસ.ની એક પોર્નોગ્રાફિક વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારથી કેટલાક મહિનાઓમાં લાખો વખત જોવામાં આવ્યો છે. મેલોનીની કાનૂની ટીમનું કહેવું છે કે માંગવામાં આવેલ દંડ ‘પ્રતિકાત્મક’ છે. ટીમનું કહેવું છે કે વળતર તરીકે મળેલી રકમનો ઉપયોગ પુરૂષ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને રાહત આપવા માટે કરવામાં આવશે.

મહિલાઓએ અવાજ ઉઠાવવામાં ડરવું જોઈએ નહીં : મેલોનીના વકીલ
મેલોનીના વકીલ મારિયા જિયુલિયા મેરોન્ગીયુએ કહ્યું, વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતિકાત્મક છે. આ વળતરનો ઉદ્દેશ્ય એવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ડરતી નથી. જો વળતર આપવામાં આવશે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે એક ફંડમાં રકમ દાન કરશે.

Most Popular

To Top