Top News

પાકિસ્તાને બનાવ્યો દેવું લેવાનો રેકોર્ડ : હવે લોન લેવાની સ્થિતિમાં નથી પાકિસ્તાન

પાકિસ્તાન (Pakistan)ની આર્થિક સ્થિતિ હંમેશાં ખરાબ રહી છે, પરંતુ હાલ જે તંગીવાળી પરિસ્થિતિ છે તે અનુસાર દેશનું નામ કંગાલિસ્તાન રાખવું ઠીક રહેશે. પાકિસ્તાનના વડા પ્રધાન કેટલીક વાર સાઉદી પસે દેવામાં ડૂબી રહેલા છે અને ક્યારેક યુએઈ પાસેથી પૈસા માંગે છે. લોન ભરપાઈ કરવા માટે પણ તેણે બીજી લોન લેવી પડશે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ‘નવું પાકિસ્તાન’ બનાવવાનું વચન આપીને સત્તા પર આવેલા ઈમરાન ખાને કબૂલ્યું છે કે દેશ હવે લોન લેવાની સ્થિતિમાં નથી.

પાકિસ્તાનમાં પેટ્રોલિયમ (PETROLEUM) પેદાશોની કિંમતોમાં વધારો કર્યા પછી ઇમરાન ખાને કહ્યું છે કે દેશને વધુ દેવાના બોજથી બચાવવા માટે તેલની કિંમતોમાં વધારાનો ભાર ગ્રાહકોને સોંપવો પડ્યો હતો. એક ખાનગી ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે હવે દેશ પેટ્રોલિયમની કિંમતો ઓછી રાખવા માટે વધુ લોન લઈ શકશે નહીં.

પાકિસ્તાની રૂપિયાની ઘટી રહી છે અવમૂલ્યન કિંમત :
ઇમરાન ખાને પણ સ્વીકાર્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની ચલણ (CURRENCY)ની કિંમત ઘણી ઓછી થઈ છે. ઇમરાન ખાને કહ્યું કે, રૂપિયાની કિંમત ઘટવાને કારણે પેટ્રોલિયમ પેદાશો, કઠોળ, ઘી અને આયાત થતી અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. ઇમરાને કહ્યું, વર્તમાન સરકારમાં ડોલરનું મૂલ્ય રૂ.107 થી વધીને 160 રૂપિયા થઈ ગયું છે, જેના કારણે કિંમતોમાં પણ વધારો થયો છે.”

દેવુંને કારણે દરેક જગ્યાએ અપમાન
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વારંવાર અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં મલેશિયામાં તેનું એક લીઝ્ડ એરક્રાફ્ટ ભાડુ ન ચૂકવવાને કારણે કબજે કરાયું છે. તાજેતરમાં સાઉદી અરેબિયા (SAUDI ARABIA) એ તેની પાસેથી લોનની માંગ કરી હતી અને ત્યારબાદ તેને ચીન પાસેથી ઉધાર લઈ ચૂકવવું પડ્યું હતું. હવે યુએઈ પણ લોન વહેલી ચુકવવાનું કહેશે. હાલ આ ખબરોથી સોસ્યલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઇ રહ્યું છે, “નયા પાકિસ્તાન યા કંગાલિસ્તાન”.

રસી ખરીદવા માટે પણ પાકિસ્તાન અસમર્થ છે.
પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે તે લોકોના જીવ બચાવવા માટે કોરોના રસી (CORONA VACCINE) ખરીદવા માટે પણ અસમર્થ છે. તે કોવાક્સ પ્રોગ્રામ અંતર્ગત 20 ટકા વસ્તી માટે મફત રસીની રાહ જોઈ રહ્યો છે, જ્યારે આ દરમિયાન તેણે ચીન સામે પણ હાથ ફેલાવ્યો, પરંતુ ડ્રેગન પણ તેમનું અપમાન કરવાની તક ગુમાવ્યું નહીં અને માત્ર 5 લાખ ડોઝ આપીને છૂટી ગયો.

પાકિસ્તાનનું દેવું કેટલું છે?
ઇમરાન ખાન પાકિસ્તાનનું ભાગ્ય બદલવાના વચન સાથે સત્તા પર આવ્યો પરંતુ તેણે દેશના કપાળ ઉપર માત્ર દેવાના ભારમાં વધારો કર્યો. ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાની સરકારે તેના કાર્યકાળના પહેલા વર્ષ (August 2018-August 2019) ની વચ્ચે 7.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી, અને લોન લેવાનો રેકોર્ડ બનાવ્યો. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના કહેવા પ્રમાણે, જૂન 2019 સુધીમાં પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું 31.786 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા હતું. જૂન 2020 માં એક અહેવાલ મુજબ, પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું તેના જીડીપીના 106.8 ટકા જેટલું વધી ગયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top