Vadodara

ડામાડોળ આર્થિક પરિસ્થિતિ વચ્ચે મ્યુનિ. કમિશનરને વેરા વધાર્યા વગર છૂટકો નથી

વડોદરા: આજે સોમવારના રોજ મહાનગર સેવાસદનનું 2021-22 નું અંદાજપત્ર અને 2020-21 નું રિવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. ડામાડોળ આર્થિક પરિસ્થિતિ વચ્ચે કમિશનર જો વેરા સૂચવશે તો પ્રથમ વર્ષ હોવાથી ચૂંટાયેલી પાંખ વેરા દરખાસ્ત ફગાવી દેશે. ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે 200 કરોડના બોન્ડ બહાર પાડશે. આ અંગેની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે.

મનપામાં આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત િવગતો અનુસાર મહાનગર સેવાસદનની આર્થિક પરિસ્થિતિ િવકટ છે. કોરોનાને કારણે આવકના સ્ત્રોત ઓછા થઈ ગયા છે. કોરોનાની અસરને કારણે આવક ઘટી જવા પામી છે અને ખર્ચ વધી ગયો છે. પગાર ખર્ચ, મરામત ખર્ચ, િવકાસના કામોના જંગી ખર્ચાઓને પહોંચી વળવા માટે કોર્પોરેશન પાસે એટલી આવક નથી. છેલ્લા ચાર વર્ષથી કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે.

પરિણામે ભાજપના શાસનમાં પ્રથમવાર 200 કરોડના બોન્ડ બહાર પાડી લોકો પાસેથી કોર્પોરેશને નાણાં ઉઘરાવવાનો વખત આવ્યો છે. સૌ પ્રથમ 100 કરોડ ના બોન્ડ બહાર પાડશે. અને ત્યારબાદ જરૂર જણાશે તો વધુ 100 કરોડના બોન્ડ બહાર પાડશે. જેની રાજય સરકારની મંજૂરી બાકી છે.

આવક ઘટી હોવા પાછળનું મુખ્ય કારણ ઓકટ્રોયની આવકમાં ઘટાડો છે. સરકારે ઓકટ્રોય નાબૂદ કરતી વખતે દર વર્ષ 200 કરોડ આપવા અને દર વર્ષ 10 ટકાનો વધારો આપવાનું વચન આપેલું. પરંતુ 10 ટકાનો વધારો આપ્યો નથી. આથી સીધી અસર કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ઉપર પડી છે.

ડામાડોળ આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મ્યુનિ. કમિશનર અંદાજપત્રમાં વેરા સૂચવે તેવી શકયતા છે. કારણ કે આવક અને ખર્ચના બે પાસા સીધા કરવા વેરા નાંખ્યા વગર છૂટકો નથી. જો કે ચૂંટાયેલી પાંખનું આ પ્રથમ વર્ષ હોવાથી કમિશનરને સૂચવેલા વેરાને કાઢી નાંખશે.

કોર્પોરેશન માટે બીજુ આવકનું સ્ત્રોત જમીન વેચાણનું છે. પરંતુ જમીન વેચાણમાંથી કોર્પોરેશન જોઈએ તેવી આવક ઉભી કરી શકતું નથી. કારણ કે વિશાળ પ્લોટોની ખરીદ િકંમત ઉંચી જતી હોવાથી કોઈ િબલ્ડર પ્લોટ લેવા આગળ આવતા નથી.

બીજુ કારણ પ્લોટની પુરેપુરી એટલે બધા બીલ્ડરો પાસે પુરેપુરી રકમ બેંક ચેકથીઆપી શકાય તેવી સ્થિતિ હોતી નથી. આથી પ્લોટોનું જોઈએ તેવુ વેચાણ થતું ન હોવાથી આવક ઘટે છે. એટલે ખર્ચ અને આવકના િહસાબો સરભર કરવા માટે અંદાજપત્રમાં વેરા વધારો સૂચવવો એક માત્ર માર્ગ છે.

કોર્પોરેશનની આવક કરતા ખર્ચ વધુ હોવાથી બે છેડાં ભેગા થતા નથી. ખર્ચ અને આવકના બે છેડાં ભેગા કરવા કોર્પોરેશનના આવકાના સ્ત્રોતમાં વધારો કરવો જોઈએ. આવકના સ્ત્રોત તરીકે જમીન વેચાણ અને સરકાર તરફથી આવતી ઓક્ટ્રોયની ગ્રાંટ મહત્ત્વના પાસા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top