Dakshin Gujarat

દા.ન.હમાં પોલીસે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓને આ રીતેનો ઉપયોગ કરી રૂપિયા પરત કર્યા

સેલવાસ-દમણ : દા.ન.હ. પોલીસે (Police) સાયબર ક્રાઈમનો (Cyber Crime) ભોગ બનેલી ત્રણ મહિલાઓને (Women) 3.63 લાખ રૂપિયા પરત કર્યા છે. ઓનલાઇન છેતરપિંડીના (Online Fraud) વધતા જતા કેસોને પહોંચી વળવા પોલીસ હેડક્વાર્ટર સેલવાસ ખાતે સાયબર ક્રાઈમ સેલની (Cyber Crime Cell) સ્થાપના કરવામાં આવી છે. જેમાં વિવિધ સાયબર સેલના ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે.

  • વિદેશથી ફેન્ડશીપના મેસેજ, કેશબેકની લોભામણી સ્કીમ તેમજ કુરિયર ચાર્જના નામે મહિલાઓ પાસેથી રૂપિયા પડાવી લેવાયા હતા
  • સેલવાસામાં સાયબર ક્રાઈમ સેલની સ્થાપના કરાઈ જેમાં વિવિધ સાયબર સેલના ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે

પ્રથમ કિસ્સામાં ઠગ પ્રદેશની એક પીડિતાને ઈંગ્લેન્ડના નાગરિક હોવાનું મેસેજમાં જણાવી ફ્રેન્ડશીપ કરી છેલ્લા ત્રણ મહિનાથી મેસેજ મારફતે વાતો કરતો હતો. અને જન્મદિવસ નિમિત્તે 14 લાખના ગીફ્ટ ઈંગ્લેન્ડથી ઈન્ડિયા મોકલ્યા છે એમ કહ્યું હતું. જ્યાં પીડિતા પર દિલ્હી એરપોર્ટનો કર્મચારી હોવાનો દાવો કરનારે ફોન મારફતે પાર્સલ છોડાવવાના રૂપિયા 7 લાખ માંગ્યા હતા. જે લાલચમાં આવી તેણીએ જણાવેલા એકાઉન્ટમાં 7 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે ગુનો દાખલ થયા બાદ તુરંત સાયબર સેલ ટીમે એકાઉન્ટ બ્લોક કરી 2.74 લાખ રૂપિયા બ્લોક કરી તેણીને પરત કર્યા છે.

બીજા કિસ્સામાં એક મહિલાને અજાણ્યા શખ્સે ફોન પે એપ તરફથી વાત કરૂ છું એમ કહી કેશબેકની લોભામણી સ્કીમ આપી હતી. અને તેના યુ.પી.આઈ. આઈડી પર 80 હજાર મોકલવા જણાવ્યું હતું. જ્યાં મહિલા છેતરાય હોવાનું જણાતા તેણે પોલીસ કેસ કરતાં પોલીસે તપાસ કરતાં પીડિતા ના એકાઉન્ટમાંથી આ રકમ ઈઝી બઝ વોલેટમાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું અને છેતરપિંડી કરનાર આ રકમ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરે એ પહેલા જ પોલીસે વોલેટ સીઝ કરી પીડિતાને પૈસા પરત આપ્યા હતા.

જ્યારે ત્રીજા કેસમાં પણ એક પીડિતાના મિત્રએ કુરિયરમાં બુલેટ બાઈકની ચાવી અને દસ્તાવેજ મોકલાવ્યા હોવાનું જણાવ્યું હતું. એ પિડિતાને મળે એ પહેલા જ છેતરપિંડી કરનાર વ્યક્તિએ ફોન મારફતે પોતાની ઓળખ કુરિયર બોય હોવાનું જણાવી કુરિયર ચાર્જ ચૂકવવો પડશે અને એ માટે એક એપ ડાઉનલોડ કરાવી તેના ખાતામાંથી રૂપિયા 11 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે પૈસા પૈકી 9 હજાર રૂપિયા પોલીસે તેણીને પરત કરવામાં સફળ રહ્યા છે.

Most Popular

To Top