Business

ક્રિપ્ટો કેસિનો: બિટકોઇને કેવી રીતે નવી ઓનલાઈન જુગારની દુનિયા ખોલી?

ઇન્ટરનેટ પર લોગ થયા પછી સીમાનું બંધન ક્યારે તૂટી જાય છે અને વગર પાંખે આભ સુધી પહોંચવાનાં રસ્તા ખૂલતાં જાય છે. બસ, થોડી ગણતરી,ત્રણ પગલાંમાં ન ધારેલું ધન વોલેટમાં સમાઈ જશે! આવાં કલ્પનાનાં ઘોડા ઓનલાઇન પર મોટી ફોજને જુગારી બનાવી ચૂકી છે! ઈન્ટરનેટ કેસિનો કે જેમણે વપરાશકર્તાઓને ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરવા આપીને જુગાર રમવાનો માર્ગ સહેલો બનાવ્યો છે, તે કેસિનો હવે ધમધમી રહ્યાં છે, સંચાલન કરતી વખતે નિયમોને તોડી રહ્યા છે અને લગભગ મુક્ત જાહેરાત કરે છે.

અમેરિકામાં ઓનલાઈન કેસિનો જુગાર છ રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ગેરકાયદેસર છે, કડક નિયમોથી તેને નિયંત્રણમાં રાખવામાં આવે છે જે વપરાશકર્તાઓ માટે નિયમન કરેલ ઈન્ટરનેટ કેસિનોમાં અને બહાર પૈસા ખસેડવાનું મુશ્કેલ બનાવે છે. પરંતુ જ્યારે બિટકોઈનની વાત આવે છે ત્યારે તે નિયમો તૂટીને ભૂકો થઈ જાય છે. વપરાશકર્તાઓની પૃષ્ઠભૂમિ પર થોડી તપાસ સાથે એવું જાણવાં મળે છે કે અમેરિકાની બહાર ડઝનેક વેબસાઇટ્સ હવે ઝડપથી જુગાર શરૂ કરવાની રીત પ્રદાન કરે છે.

અમેરિકન ગેમિંગ એસોસિ/sશનના સરકારી સંબંધોના જોડાણથી કળી શકાયું કે આ ઓનલાઇન જુગાર હવે છલકી ખૂબ જ ઓછાં સમયમાં જબરો ફેલાયો છે અને વિકેન્દ્રિત પ્રણાલી તરીકે તે કેવી રીતે આગળ વધ્યું તે શોધવાનું વધુ મુશ્કેલ બનાવે છે. એક વેપારી જૂથ કે જે US કેસિનો અને નોંધાયેલ સ્પોર્ટ્સ સટ્ટાબાજીની કંપનીઓ વતી લોબી કરે છે.

જુગારની લત ધરાવતા લોકો પાસે સજજડ કારણ છે. તેમને રમતાં અટકાવવા માટેની પદ્ધતિઓનો અભાવ ખટકે છે એક જુગાર વ્યસનીએ એક ન્યૂઝ સાથે વાત કરી પરંતુ ઓળખ બદલાવી તેણે કહ્યું કે ક્રિપ્ટો કેસિનો મુખ્ય પ્રવાહની જુગાર સેવાઓ જેવી જ વ્યસન-શમન સુવિધાઓ પ્રદાન કરતા નથી! મતલબ વેપારના લેબલમાં તેજી-મંદી રમાય છે! એક લતખોરે પોતાને ઓનલાઇન જુગાર રમતાં અટકાવવા બધું જ કર્યું હતું, 20 વખત હાથ ખંખેરી નાખ્યાં પણ તેનાથી કોઈ ફરક પડયો નહીં, કારણ કે ફક્ત પાછા જઈને બીજું એકાઉન્ટ બનાવી ફરી રમતમાં દાખલ થવું સરળ છે. ક્રિપ્ટો કરન્સી તેજીની મધ્યમાં છે, કંપનીઓ બિટકોઈન, ઈથર અને અન્ય વિવિધ ડિજિટલ અસ્કયામતો વેચવા માટે જોર લગાવી રહી છે.

તાજેતરના પોલ મુજબ, પાંચમાંથી એક અમેરિકને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું છે, તેનો વેપાર કર્યો છે અથવા તેનો ઉપયોગ કર્યો છે.  ક્રિપ્ટો કેસિનો એ જ રીતે સમૃધ્ધ છે. તમામ પ્રકારની કેસિનો રમતોની જાહેરાત કરતી, આ વેબસાઇટ્સ ઘણી વાર બિટકોઇન અને ઈથર ઉપરાંત ક્રેડિટ કાર્ડ જેવી લાક્ષણિક ચૂકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ સ્લોટ અને રૂલેટના ડિજિટલ વર્ઝન પર થઈ શકે છે. એક સર્વેક્ષણમાં જાણવાં મળ્યું છે કે તમામ ક્રિપ્ટો કેસિનો US માં આધારિત નથી, આ દુનિયા સામે લાલબત્તી છે! ઓનલાઈન જુગાર જે મોટા ગુના નેટવર્ક સાથે જોડાયેલ નથી તે સરકારના મર્યાદિત સંશાધનોને કારણે ફૂલ્યાં છે તેથી ઓછી પ્રાથમિકતા તરીકે જોવામાં આવે છે.

 ક્રિપ્ટો કેસિનો માર્કેટ વધવાથી તે બદલાઈ શકે છે. બ્લોકચેન એનાલિટિક્સ કંપની, ચેનાલિસિસના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે હાલમાં લગભગ સિત્તેર ક્રિપ્ટો-ફ્રેન્ડલી કેસિનો કાર્યરત છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તેમને અંદાજે ત્રણ બિલિયન ડોલર મળ્યા છે. ગયા વર્ષે ઉદ્યોગે દશ બિલિયન ડોલરનો વકરો કર્યો હતો. બે વર્ષમાં ચોસઠ ટકા કેસિનોનો વેપલો વધ્યો છે! ધારો કે એક દેશમાં કાયદો ન હોવાં છતાં ઓનલાઇન કેસિનો ધમધમે છે, વધુ ચિંતાનો વિષય એ છે કે ત્યાં ક્રિપ્ટો કરન્સીમાં જુગાર રમાય છે એટલે ડબલ જુગાર જેવી ચાલ છે! સાધારણ ગેમ રમતાં પણ લપસી જવાય એવી ઑફર સાથે લિંક આવે છે, ડિજિટલ સેવાઓથી યુક્ત તેમાં ભટકાય પછી કેસિનો દૂર નથી! જેમ જેમ ડિજિટલ સગવડો વધે છે ડિજિટલ ક્રાઇમ પણ વધશે,કોઈ લપસણી લિંક અજાણ્યાં કેસિનોમાં લલચાવી શકે છે.ઓનલાઇન સુરક્ષા રાખવી કારણ કે જાહેખબર વચ્ચે ઝબકે તે છટકું હોઈ શકે છે!

Most Popular

To Top