Sports

ભારતને 1 બોલમાં કોઈ બાઉન્ડ્રી વિના 7 રન મળ્યા, બાંગ્લાદેશની આ ભૂલનો થયો ફાયદો

ચટોગ્રામમાં ભારત અને બાંગ્લાદેશ (India Vs Bangladesh) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના (Test) બીજા દિવસના અંતે ભારત સાથે એક રસપ્રદ ઘટના બની હતી. જેને કારણે ભારતને એક જ બોલમાં 7 રન મળ્યા હતા. જ્યારે અશ્વિન અને કુલદીપ બેટિંગ કરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. મેચની 112મી ઓવરમાં તઈઝુલ ઈસ્લામનો બીજો બોલ અશ્વિનના બેટ સાથે અથડાયો અને સ્લિપ તરફ ગયો. જેને યાસિર અલીએ કેચ કરીને ફેંક્યો. જો કે યાસિરનો થ્રો વિકેટ (Wicket-Keeper) કીપરની પાછળ મૂકવામાં આવેલા બે હેલ્મેટને (Helmets) વાગ્યો હતો જેના કારણે બાંગ્લાદેશને ICC નિયમો હેઠળ પાંચ રનની પેનલ્ટી આપવામાં આવી હતી. અશ્વિને પણ આ બોલ પર બે રન બનાવ્યા હતા. જેથી ભારતને એક બોલમાં કુલ 7 રન મળ્યા હતા.

ચટ્ટોગ્રામમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતીય ટીમે દિવસની રમત શરૂ થતાં જ શ્રેયસ અય્યર (86)ની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે પછી રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે દાવને આગળ ધપાવ્યો હતો અને આઠમી વિકેટ માટે 200 બોલમાં 87 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ દરમિયાન અશ્વિને પણ પોતાની અડધી સદી પૂરી કરી અને 58 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કુલદીપે પણ 40 રનનું યોગદાન આપ્યું હતું. બંનેની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમ પ્રથમ દાવમાં 400 રનનો આંકડો પાર કરી શકી હતી.

દિવસની રમતની વાત કરીએ તો ભારતનો પ્રથમ દાવ 404 રનમાં સમેટાઈ ગયા બાદ બાંગ્લાદેશી ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિનર ​​કુલદીપ યાદવે મળીને બાંગ્લાદેશની બેટિંગની કમર તોડી નાખી હતી. બંનેએ મળીને કુલ 7 વિકેટ ઝડપી હતી જેમાં કુલદીપે 4 જ્યારે સિરાજે 3 વિકેટ ઝડપી હતી. બંને બોલરોની શાનદાર બોલિંગના કારણે બાંગ્લાદેશે બીજા દિવસની રમતના અંતે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે અને અહીં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ યજમાન ટીમ સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી (Test Series) રમી રહી છે. આ શ્રેણી ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવું છે તો તેણે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવું પડશે. ચટોગ્રામમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બહાર છે અને તેમની જગ્યાએ કેએલ રાહુલ ટીમની આગેવાની કરી રહ્યા છે.

Most Popular

To Top