Gujarat

કાર્યકર્તાઓનું અપમાન પાર્ટી કયારેય સહન નહીં કરે, પાટણમાં ભાજપના નવા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયના ઉમેદવારોને પાટીલની ચેતવણી

ઉત્તર ગુજરાતમાં પાટણની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના નવા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયના ઉમેદવારોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભાજપના સ્થાનિક કાર્યકરોનું અપમાન પાર્ટી કયારેય સહન નહીં કરે. પાટીલે સંબોધનમાં કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદગવારો પોતાની લોકપ્રિયતાના કારણે વિજેતા બન્યા છે તેવો ઘમંડ રાખીને પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓ સાથે અપમાન જેવો વ્યવહાર કરાશે તો તે પાર્ટી કયારેય સહન કરશે નહીં, આવા વિજેતા ઉમેદવારને પાર્ટી ચલાવી લેશે નહીં. તેમ પાટીલે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે આ ઉમેદવારો વિજેતા બન્યા છે. આ રીતે તેમણે વિજેતા ઉમેદવારોને તેમની મર્યાદાનું ભાન કરાવ્યુ હતું.

પાટીલની ઉપસ્થિતિમાં પાટણના માર્કેટ યાર્ડમાં પાટણની નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા ઉમેદવારોનું સંમેલન યોજાયુ હતું. આગામી વર્ષે આવી રહેલી વિધાનસબાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણિીમાં ભાજપને બહુમતી મળે તે માટે પેજ પ્રમુખે સક્રિય રહેવું પડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને જુઠા કહીને પાટીલે એવો વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો કે ભાજપના 1 કરોડ કાર્યકર્તામાંથી એક પણ કાર્યકર આપમાં જોડાશે નહીં.

Most Popular

To Top