Gujarat

સરકાર-સંગઠ્ઠન વચ્ચે સંકલન છે, ફેરફારની કોઈ વાત નથી : પાટીલ

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના ભાગરૂપે શુક્રવારથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે એટલું જ નહીં કમલમ કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે તા.15મી જૂનના રોજ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક પણ યોજાશે.

ઓક્સિજન બેડની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઈન્જેકશન સહિતની વિવિધ ફરિયાદો કોરોનાની બીજી લહેર વખતે પેદા થઈ હતી. જના પગલે ભાજપની સરકાર અને સંગઠ્ઠન વચ્ચે કોઈ વિવાદ હોય તો તેને ડામવા માટે યાદવ દ્વારા ડેમેડ કન્ટ્રોલની કવાયત હાથ ધરાઈ છે. આ ઉપરાંત શુક્રવારે દિવસ દરમ્યાન યાદવે ભાજપની કેર કમિટીની બેઠક પણ યોજી હતી.

ભૂપેન્દ્ર યાદવે સીએમ વિજય રૂપાણી અને સંગટ્ઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પણ બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ કોર કમીટીની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું સરકાર અને સંગઠન બંને પોતાનું કામ કરી રહ્યા છે. બંને વચ્ચે પૂરતું સંકલન છે.

એમાં કોઈ ફેરફારની વાત નથી. કોરોનાની બીજી લહરે વખતે ભાજપના કોઈપણ નેતા ઘરમાં રહ્યા નથી. બધા રસ્તા પર જ હતા અને લોકોની વચ્ચે હતા. કોંગ્રેસના પ્રભારી પણ ગુજરાત આવતા હતા. અમારા પ્રભારી પણ એ જ રીતે આવ્યા છે. કોંગ્રેસના આરોપમાં દમ નથી. કારણકે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન હતું. એટલે જ પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજમાં ભવ્ય જીત મળી છે. 2022 ની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ છે.

સરકાર અને મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળશે: કોંગ્રેસ
વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાત ભાજપમાં બધુ બરાબર નથી. એટલે જ પ્રભારીએ બેઠક કરવી પડી રહી છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર અને સંગઠનના વચ્ચે તાલમેલ નહોતો. પરમારે કહ્યુ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકાર અને મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળશે તેવો દાવો શૈલેષ પરમારે કર્યો છે.

Most Popular

To Top