Charchapatra

કોરોના જઇ રહયો છે, પણ ખોટી છૂટ ન લેશો

કોરોના સંક્રમણને કાબુમાં લેવા પોલીસ કમીશનર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલા જાહેરનામા તથા ગાઇડલાઇનને કારણે આજે તેના સુખદ પરિણામરૂપે કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘણો જ ઘટાડો થતો જાય છે. જે આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે. હજુ પણ આ પાબંદી તથા ગાઇડલાઇન થોડા મહિના ચાલુ જ રાખજો. જેથી સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારો કોરોના કલીન બની રહે.

જે વરિષ્ઠ નાગરિકો તથા યુવા પેઢીને સ્વસ્થ તથા મસ્ત રાખશે. આગામી કોર્પોરેશનના ઇલેકશન સભા પ્રચાર માટે પણ ગાઇડલાઇન અમલમાં જ રાખજો. આમ પણ ઉમેદવારોની ક્ષમતા પ્રમાણે પ્રજા યોગ્ય ઉમેદવારને વોટ આપવાની જ છે.

બીજુ ખાસ કરીને વરઘોડામાં, ધાર્મિક વરઘોડામાં ન વાગતા ડી.જે. સાઉડ, બેન્ડવાજાને કારણે અવાજ ઘોંઘાટનું પ્રદુષણ ચોક્કસ જ અટકયું છે જે પ્રજાજનોને માનસિક શાંતિ બક્ષે છે જે સ્વસ્થ મન માટે અતિ આવશ્યક છે. ત્રીજુ સામાન્ય વેપાર ઉદ્યોગ તથા જનજીવન ઝડપથી થાળે પડતું જાય છે. જે શુભ સંકેત છે પરંતુ હજુ પણ પ્રજાજનો બીનજરૂરી દોડાદોડ કે ઉત્સાહના અતિરેકથી દૂર રહે એવી વિનંતી.

સુરત              – દિપક બી. દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top