Columns

કોરોનાએ આખું સ્પોર્ટસ કલ્ચર જ બદલી કાઢયું છે

કોરોનાના કાળા કેર પછી ખેલ વ્યવહાર સાવ તળિયે બેઠો છે. હેરતની વાત તો એ રહી છે કે દરેક મેજર ટુર્નામેન્ટ પહેલાં સરકાર અને ખેલ વ્યવસ્થાપકો નિષ્ણાંતો સાથે ચર્ચામાં ઊતરે છે. શું ટુર્નામેન્ટ રમાવી જોઇએ? મેડિકલ ટીમોની સાથે ભિન્ન નિષ્ણાતો ભયરેખા બતાવે છે પણ ખેલ વ્યવસ્થાપકો મનમાની કરી રમાડયે જ જાય છે. ફ્રેન્ચ ઓપનમાં પણ આવું જ બન્યું છે. આગામી ટોકિયો ઓલિમ્પિકસ માટે આખો દેશન રમાડવા માટે કકળી રહ્યો છે. પણ જાપાનના વહીવટીકારો અને સ્વય: ઓલિમ્પિકસ કમિટિ રમાડવા માટે બેતાબ બની છે.

       વૈશ્વિક સ્તરે હાલ અનેક ખેલ પ્રવૃત્તિઓ અને ટુર્નામેન્ટો રમાય રહી છે. ખેલાડીઓ ગમાઅણગમા સાથે રમી પણ રહ્યા છે. મેડિકલ મુવમેન્ટ બદલાય ચૂકી છે. પ્લેયર્સ ટેકનોલોજી પણ બદલાય ચૂકી છે. ખેલાડીઓ ઇમ્યુનિટી વૃધ્ધિ માટે નિતનવા ઉપચારો અજમાવી રહ્યા છે. કવૉરેન્ટાઇન કે અન્ય મેડિકલ ચેકઅપ માટે વહીવટીકારો અત્યંત ગંભીર છે. છતાંયે પોઝીટીવ કેસો હટવાનું નામ લેતા નથી. માત્ર ભારતની જ સ્થિતિ નથી. સમગ્ર વિશ્વની ખેલસીમાએ આ રોગ પ્રસરી ચૂકયો છે. આથી જ ઓલિમ્પિક પહેલા જાપાનમાં સામુહિક રસીકરણનો તખ્તો ગોઠવાયો છે. અસરગ્રસ્ત શહેરો ટોકયો અને ઓસાકામા મિલિટરી, ડોકટર અને નર્સ દ્વારા વૃધ્ધોને રસી આપવાનો પ્રારંભ થઇ ચૂકયો છે. છતાંય ત્યાં વ્યાપક પ્રમાણમાં વિરોધ પણ થયો છે. જાપાનીઝો માને છે કે એમના કલ્ચર પ્રમાણે જીવવા દો.

       ખરી ભીંસા ખેલાડીઓ ભોગવી રહ્યા છે. એમાંયે કવૉરેન્ટાઇનના ૧૦-૧૨ દિવસો વૈભવી કેદીની માફક રહે છે. એકાંતવાસથી બધા જ ટેવાયેલા નથી હોતા. આ ઉપરાંત બાયોબબલ કે અન્ય મેડિકલ વિધિ અટપટી હોય છે. ભુવનેશ્વર અને રિધ્ધિમાન સહા જેવા ખેલાડીઓ પણ પોઝિટિવ આવ્યા છે. સહા લીગ વેળા સંક્રમિત થયો હતો. સહા માને છે કે આઇપીએલ ૨૦૨૧ નું બાયો બબલ ગત સીઝન જેવું ફુલપ્રુફ ન હતું. આજે પોઝિટિવ તો બીજા જ દિવસે નેગેટિવ બતાવે ત્યારે વિશ્વસનીયતા ઉઠી છે. વળી આ પહેલાની કવૉરેન્ટાઇન ટેસ્ટમાં સાથોસાથ જ કોવિડ ટેસ્ટ પણ.

હવી ચર્ચા એ જાગી છે કે કોરોનાને કારણે માત્ર ક્રિકેટરે જ નહી પણ ખેલાડીનું માઇન્ડ – સેટ ખલેલયુકત બને છે? ખેલાડી માનસિક હતાશા હનુભવી રહ્યો છે. આમ પણ વિશ્વભરના પ્લેયર્સ કવૉરોન્ટાઇન કે અન્ય મેડિકલ કવાયતો સામે રોષે ભરાયા છે. ટેનિસ – પ્લેયર જોકોવિચે તો હોટેલના કમરામાં કેદીની માફક રહેવા કરતા વૈભવી રૂમ ભાડે રાખી ત્યાં સેલ્ફ કવૉરેન્ટાઇન થઇ પોતાની રીતે રહે છે.

સ્વસ્થ માઇન્ડ-સેટ માટે અન્ય કવાયતો લાંબી ન હોવી જોઇએ. રમત પહેલા જ અન્ય રમતો માનસિક રીતે કષ્ટદાયક હોય તો ખેલાડી માનસિક સ્વસ્થતા ગુમાવી દે છે. કયા એના બોડી – લેન્ગવેજમાં ફેરફારો જરૂર દેખાશે. આથી જ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે માનસિક અથડામણ જરૂર છે પણ ખેલાડીએ ટેવાવું તો પડશે જ. ટીમ-ઇન્ડિયા બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસે ઉપડી એ પહેલાં કવૉરોન્ટાઇનમાં હતી. ઇંગ્લેન્ડ પહોંચ્યા બોર્ડની વિનંતીને કારણે ત્રણ જ દિવસનો કડક કવૉરોન્ટાઇન ભોગવવાનો રહેશે.

       વધુ પડતી આકરી મેડિકલ ચકાસણીના કારણે ખેલાડીઓ દબાવમાં તો રહે છે પણ ઓર્થોરિટીઝ અને મેડિકલ ટીમ પાસે બીજો વિકલ્પ જ નથી. દબાવ કે ડિપ્રેશન માટે અન્ય બીજા કારણો પણ હોય છે. જાપાનની વિખ્યાત ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ સૌને ચોંકાવી દીધા છે. ડિપ્રેશનનું કારણ આપી ઓસાકા હાલમાં જ ફ્રેન્ચ ઓપનમાંથી હટી ગઇ છે. વિશ્વભરના નામી ખેલાડીઓએ ઓસાકા માટે સહાનુભૂતિ પ્રગટ કરી.

જે રીતે ઇન્જરી રમતનો એક ભાગ છે. એ રીતે ડિપ્રેશન પણ રમતનો એક ભાગ જ છે. ઘણીવાર સતત વિફળતાને કારણે ડિપ્રેશન પગપેસારો કરે છે. મેદાનની બહારથી આવતા દબાણોને કારણે ડિપ્રેશન આવતુ હોય છે. માનસિક આરોગ્ય ખેલાડી માટે ગંભીર મુદ્દો છે. ખેલાડીના કલ્ચર પર પણ વધુ નિર્ભર છે. ઓસાકા એકાંકી છે. એણે લીધેલાે બ્રેક પણ યોગ્ય છે પણ વિચારો અને ડિપ્રેશનના આંતરિક આવરણો યથાવત રહ્યા છે. વળી કોરોનાએ કાર્યક્રમોથી માંડીને શારીરિક – માનસિક સ્થિતિઓ પર વિપરીત અસરો ઊભી કરી છે. આથી ખેલાડીએ સ્વય: સ્ફુરિત પ્રેરણા કેળવી માનસિક દૃઢતા જાળવી રાખવાનો સમય આવી ચૂકયો છે. આદર્શ ખેલાડીએ દરેક રીતે એડજેસ્ટ થઇ મેદાનમાં ઊતરવું પડશે.

Most Popular

To Top