Gujarat

આ મામલો ઓ.બી.સી.નો નથી, નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે : જગદીશ ઠાકોર

અમદાવાદ: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્લામેન્ટ હાઉસમાં મીડિયાના રિપોર્ટમાંથી કાઢીને પૂરાવા સાથે અદાણી (Adani) અને નરેન્દ્ર મોદીના (Narendra Modi) સંબંધો અંગે વિસ્તૃત વાત કરી હતી, આ સમગ્ર મામલો ઓ.બી.સી.નો નથી, આ મામલો નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

વિપક્ષને ડરાવવા, ધમકાવવાની કોશિશ, ખોટા કેસ કરવાથી કોંગ્રેસ પક્ષ કે રાહુલ ગાંધી ડરશે નહિં ભાજપની તાનાશાહી અને લોકતંત્રને હનન કરતી નીતિઓ અંગે જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, આ સંબંધો ઘણો જુનો છે અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારનો આ સંબંધ છે અને તે અંગે ઘણાં બધા જાહેર પૂરાવા છે. રાહુલ ગાંધીએ વિમાનમાં આરામદાયક સ્થિતીમાં નરેન્દ્ર મોદી અને તેમના મિત્ર અદાણીની ગોષ્ટી કરતી તસ્વીરો સંસંદમાં પણ રજૂ કરીને સવાલ કર્યો હતો. ત્યાર પછી રાહુલ ગાંધીના ભાષણના અમુક ભાગ દુર કરવામાં આવ્યાં હતાં.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ તેમના તમામ ભાષણોમાં એ વાત ઉપર જ ભાર મુક્યો હતો કે, આખો સમાજ એક છે, બધાએ સાથે મળીને રહેવું જોઈએ, બધા વચ્ચે ભાઈચારાની લાગણી હોવી જોઈએ, નફરત હોવી જોઈએ નહીં અને હિંસાને પણ કોઈ પણ સ્થાન નથી. આમ આ સમગ્ર મામલો ઓ.બી.સી.નો નથી, આ મામલો નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે. રાહુલ ગાંધી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા અંગે સવાલ પૂછી રહ્યાં છે અને તેનો જવાબ માંગી રહ્યું છે. ભાજપ મૂળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે અને ક્યારેક ઓ.બી.સી.ની વાત કરે છે તો ક્યારેક વિદેશની વાત કરે છે, ક્યારેક કંઈક જુદી જ વાત કરે છે અને ક્યારેક ગેર લાયકાતની વાત કરે છે. પરંતુ મૂળ સવાલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે. આ નાણાં કોના છે?

Most Popular

To Top