Comments

કોંગ્રેસ અને રાહુલની કેન્દ્રીયતાને વિપક્ષી એકતામાં માન્યતા મળી?

23 જૂન 2023 15-વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણીમાં સંગઠિત થવાની બેઠક યોજાઈ. તે વિરોધીઓની ભવિષ્યવાણીથી વિપરીત આશ્ચર્યજનક રીતે નિર્ણાયક અને અર્થપૂર્ણ ગણતરીએ આગળ વધતી ઘટના બની. આ બેઠકને સરળતાથી કરવી એ ધાર્યા મુજબનાં દૂરગામી પરિણામો માટેની વિપક્ષી એકતાના પ્રયાસનો સૌથી મોટો ભાગ છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપને પોતાના મહત્ત્વના કે જરૂરી મુદ્દાઓને બાજુ પર રાખીને 2024ની લોકસભા ચૂંટણીમાં ભેગાં મળીને તાકાતથી લડવા માટે સંમત થવાનો પ્રથમ પડાવ પાર થયો. વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કે લડવાથી કોઈ છૂટકો નથી પણ આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલના અપવાદને બાદ કરતાં દરેક નેતાઓ પોતાના મતભેદ સહિત આ બેઠકમાં યોગ્ય શાંતિ અને નિખાલસતા સાથે એકજૂથ થયાં હતાં.

તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનર્જીએ ત્યાર પછીની પ્રેસ કોન્ફરન્સમાં માત્ર કોંગ્રેસની જ નહીં, પરંતુ ઘરે પશ્ચિમ બંગાળમાં જેમની સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે તે લેફ્ટ પાર્ટીના નેતાઓની હાજરીને સ્વીકારી એ કોઈ મામૂલી વાત નથી. મીટીંગ શરૂ થાય તે પહેલાં તમામની નજર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બેનર્જી પર હતી, જે મોટા ભાગના સ્વ-ઘોષિત વડાપ્રધાન પદના દાવેદારોમાંનાં એક છે. કેજરીવાલ સિવાય કોઈએ પોતાનું ટેરવું ન ચઢાવી યોજના મુજબ આગળ વધ્યા. એવું લાગતું હતું કે બેઠકને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે ઘણું ગ્રાઉન્ડવર્ક કરવામાં આવ્યું હતું, જેથી ઉચિત લક્ષ્ય સાધી શકાય.

“અમે ત્રણ બાબતો નક્કી કરી છે: અમે એક છીએ. અમે એક થઈને લડીશું. અમને વિરોધી ન કહો. અમે પણ આ દેશનાં નાગરિક છીએ. જો મોદી સરકાર ફરી જીતશે તો આ છેલ્લી સામાન્ય ચૂંટણી હશે’’ – મમતા બેનર્જી
“અમારા વચ્ચે કેટલાક મતભેદો હોઈ શકે છે પરંતુ અમારી વિચારધારાને બચાવવા માટે સમાયોજન કરી સાથે કામ કરવાનો નિશ્ચય કર્યો છે.’’ – રાહુલ ગાંધી “અમે રાષ્ટ્રીય હિતમાં સાથે આવ્યા છીએ; જેઓ કેન્દ્રમાં સત્તા પર છે તે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.’’ – બિહારના સીએમ નીતીશકુમાર. અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ સરખા સૂરમાં સૂર પૂરાવ્યો હતો.
વિપક્ષની એકતા હંમેશા મુશ્કેલ અને જટિલ મુદ્દો રહ્યો છે છતાં આ શરૂઆત ચોક્કસપણે સારી હતી. બેઠકમાં ભવિષ્યના સંદર્ભમાં વધુ મહત્ત્વની બાબત એ હતી કે કોઈને કેન્દ્રસ્થાન લેવા કે કોઈ પણ જાતનો ભાગ માગવાની ઉતાવળ ન હતી.

નવી વ્યૂહરચના કે સરળ વિચાર તરીકે સમજદારી, નિખાલસતા અને હોહલ્લા વગર મોદીના આક્રમક રાજકારણનો સામનો કરવો, આ વ્યૂહરચના મેદાનમાં ચાલશે કે નહીં તે આગામી આવી બેઠકોમાં જોવાનું રહેશે. બેઠકમાં આ વ્યૂહરચનાનું મજબૂત પ્રતિબિંબ જોવા મળ્યું હતું. જો કે એકલા કેજરીવાલે તેમના નાટકીય વર્તન દ્વારા ભંગ પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ સફળતા મળી નહીં. બેઠકમાંથી મળેલાં બે મહત્ત્વનાં પરિણામ વિપક્ષી એકતાની અંતિમ રૂપરેખાનું પ્રતિબિંબ સાબિત થઈ શકે છે. આ પરિણામ લીડરશીપનો સ્વીકાર, સીટોની વહેંચણી અથવા વિવિધ રાજ્યોમાં ચૂંટણી લડવાની રીત અને એક કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) બનાવવા ઉપરાંતનો છે.

પહેલાં તો AAPના કેજરીવાલે વિવિધ રાજ્યોના વિપક્ષી નેતાઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવા અને દેખીતી રીતે તેમની રાષ્ટ્રીય ઉપસ્થિતિની આભા ઊભી કરવા તેમના ઉપરાછાપરી પ્રવાસનું સફળતાપૂર્વક કાવતરું ઘડ્યું અને પોતાને જોડ્યા. તેમણે દિલ્હી સરકારની સત્તામાં આવતા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પર કેન્દ્રના વટહુકમના મુદ્દાને જેટલા જોરશોરથી ચગાવ્યો હવે એટલા જ તે એકલા પડી ગયા છે.

કદાચ તેમણે ગંભીર વિચાર ન કર્યો હોય તો, વિપક્ષી એકતાથી અલગ પોતાનો રસ્તો જાતે જ નકકી કરી લીધો. તેમણે નેતા તરીકે ઉભરવા માટે સંસદમાં અન્ય પક્ષોને વટહુકમ મુદ્દે વિરોધ કરવાના પ્રસ્તાવમાં આજીજી કરી સંમત કરવાના પ્રયાસો કર્યા એ તમામ પ્રયાસો નિરર્થક સાબિત થયા છે. કદાચ, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કરવાનો તેમનો નિર્ણય અને ઉતાવળિયું નિવેદન કે ‘જ્યાં સુધી કૉંગ્રેસ વટહુકમ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ ન કરે, ત્યાં સુધી આવી બેઠકોમાં તેમની ભાગીદારી શક્ય નથી.’ એ તેમની કાર્યશૈલી અને સમજની પૂરતી સાબિતી આપે છે.

દિલ્હી અને પંજાબના રાજકીય મેદાનમાં કોંગ્રેસ અને AAP તેમજ ગુજરાત અને ગોવામાં વિધાનસભાની ચૂંટણીઓમાં AAP દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પણ તકરારનું એક કારણ છે. વટહુકમના મુદ્દા પર એકબીજા સામે મનમુટાવ અપેક્ષિત હતા પણ મમતા બેનર્જી, નીતીશ કુમાર (JD-U), શરદ પવાર (NCP), અખિલેશ યાદવ (SP) અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ પણ કેજરીવાલને વિપક્ષી એકતાની કસોટીમાં વટહુકમને મુદ્દો બનાવવાથી અલગ રહેવામાં એક રહ્યા!

બેઠકનું બીજું અને સૌથી મહત્ત્વનું પરિણામ વિપક્ષી એકતાના આધાર તરીકે કોંગ્રેસને સ્વીકારવાનું હતું. કોંગ્રેસના નેતાઓને જે પ્રમાણે મહત્ત્વ આપવામાં આવ્યું અને અન્ય સહભાગીઓ તેનો વિરોધ કર્યા વિના જોવા મળ્યા તે પરથી સ્પષ્ટ હતું કે બિન-ભાજપ પરિપ્રેક્ષ્યમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે તે હકીકતને તેમણે સ્વીકારી લીધી છે. કાર્યક્રમ દરમિયાન રાહુલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સાથે રાખવાનો પ્રયાસ કર્યો, પણ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’એ સ્પષ્ટરૂપે બધાની વાહવાહી મેળવી લીધી. તમામ વિપક્ષી નેતાઓના હાથ મિલાવવા સિવાય હજી એક વાત તેમના ભાષણમાં સમાન દેખાઈ, તે હતી ભારત જોડો યાત્રા અને રાહુલનો અથાગ પરિશ્રમ.

રાહુલને અવગણવા કે તેમની સાથે સ્ટેજ શેર કરવાનો ઇનકાર કરવાના અગાઉના વર્તનમાં આ જ નેતાઓની વૃત્તિમાં બદલાવ આવ્યો છે. જે આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર પરિવર્તન. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની ગાંધીને લગ્નની સલાહ લોકોને લાલુની જુની અજોડ શૈલીવાળી મજાક લાગી હશે પણ જેને લોકો મજાક ગણતા હતા તેમાં એક મજબૂત સંદેશ છુપાયેલો હતો. “આપ શાદી કરયેં ઔર હમ બારતી બનેંગે” ગાંધીને સલાહ આપતા લાલુએ જે કહ્યું તેનો રાજકીય અર્થ હતો. કેજરીવાલની ગેરહાજરીમાં બનેલા આ બનાવની બે સમજૂતી છે.

સૌ પ્રથમ, વિપક્ષી એકતાની યોજના માટે ગાંધીની જરૂરિયાત ખરી, પણ તેના નેતૃત્વની નહીં. આને એક ગહન રાજકીય અંદેશાના સંકેત તરીકે જોવાઈ રહ્યા છે. બીજું, કેજરીવાલ જેવી પોતાની જાતને પ્રોજેક્ટ કરવા અને એજન્ડાને પૂરા કરવાની રાજનીતિનો સ્પષ્ટ ઈનકાર હતો. આ શરૂઆતની મીટીંગમાં વિપક્ષી નેતાઓ સારા કામને કેવી રીતે આગળ ધપાવે છે તેના પર ઘણું બધું નિર્ભર રહેશે. સીટોની વહેંચણી અને CMPની રચનાનો મુદ્દો આ જ ભાવનાથી આગામી શિમલાની બેઠકમાં ઉઠાવવામાં આવે. નેતૃત્વનો મુદ્દો હજુ એક વર્ષ બાદ લોકસભાની ચૂંટણી સુધી કે તે પછી પણ રાહ જોઈ શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top