Vadodara

વિશ્વામિત્રીમાં ફેલાવતા પ્રદુષણ મામલે તંત્ર સામે ફરિયાદ

વડોદરા: ધી કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર 1973 ની કલમ 133 હેઠળ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જાણીબુઝીને ગંદા મળમૂત્ર વાળા પ્રદૂષિત પાણી ઉપદ્રવ કરવા સાથે વડોદરા શહેરની જનતા ના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરવા બાબતની ફરિયાદ વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચી નોંધાવી છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેર માંથી પસાર થઈ રહેલી વિશ્વામિત્રી નદીના પાણી પ્રદૂષિત કરવાના કારણે આસપાસના વિસ્તારોમાં બોરિંગ ના પાણી ગંદા આવી રહ્યા છે.તેમજ વિસ્તારોમાં કમળો ઝાડા – ઊલટી મેલેરીયા ટાઈફોડ વગેરે જેવી બીમારીઓથી લોકો પીડાઇ રહ્યા છે.હાલ સમગ્ર વડોદરામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે.તેની પણ નોંધ નહીં લઈ ને વિશ્વામિત્રી નદીના પાણી પ્રદૂષિત કરવાના કારણે હવા પણ પ્રદૂષિત થઈ રહી છે.સાથે નદીની આસપાસ આવેલા મંદિરમાં આવતા જતા તમામ નાગરિકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ જળચર જીવોને પણ નુકસાન કરી રહ્યા છે.

પૈશાબ, મળમૂત્રના ગંદા પ્રદૂષિત પાણીના કારણે નાગરિકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરી રહ્યા હોવાના પણ સામાજિક કાર્યકરે આક્ષેપો કર્યા હતા.વડોદરાના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે પાવાગઢની તળેટીમાંથી નીકળીને વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થઇ રહી છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વરસાદી કાંસ થકી ગટરના મળમૂત્રના પ્રદુષિત પાણી સીધા વિશ્વામિત્રી નદીમાં ઠાલવી રહ્યા છે.

જેના કારણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદી ગોબરી નદી બની ગઇ છે , બીજી બાજુ જોવા જઈએ તો આ નદીમાં જે જળચર પ્રાણીઓ જેવા કે કાચબા માછલા તમામ ખતમ થવા જઈ રહ્યા છે.અત્યારે હાલમાં મગરો પણ મરવાની તૈયારીમાં છે.જ્યારે એક મગર નું મોત પણ થયું હતું.સાથે જ પ્રદૂષિત પાણી થયું છે.જેના કારણે વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે.સાથે કહી શકાય કે અત્યારે કોરોના ગ્રસ્ત વડોદરા શહેર છે.

અન્ય બીમારીઓ ફેલાય છે.તેની પણ નોંધ લેવામાં આવી નથી અને તેમ છતાં પણ વરસાદી કાંસ થકી ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે.વડોદરા શહેરમાં ગટરો ચોકઅપ થાય છે.ત્યાં ગટર ઉલેચવાના મશીનો મૂકીને સીધા પ્રદુષિત પાણી વિશ્વામિત્રી નદીમાં વરસાદી કાંસ થકી ઠાલવી રહ્યા છે . વારંવાર ફરિયાદો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા જાણીબૂજીને હાલમાં પણ વરસાદી કાંસ થકી પાણી છોડાતા તે બાબતે વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડિયા,સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ 133 સીઆરપીસી એક્ટ હેઠળ નાયબ ડિસટીક મેજિસ્ટ્રેટ કલેકટર સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.આ ફરિયાદમાં અમે ઉમેર્યું છે કે આટલા બધા કેસો કરવા છતાં વારંવાર જાણ કરવા છતાં પણ જાણી બુઝીને હજીએ વરસાદી કાંસ થતી ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી જે છોડવામાં આવી રહ્યા છે તે વહેલી તકે બંધ કરે તેઓ કેસ અમે દાખલ કર્યો હોવાનું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું.

Most Popular

To Top