SURAT

સુરત: CNGના ભાવમાં કિલો દીઠ 7.17 રૂપિયાનો ઘટાડો

સુરત: ગુજરાત સરકારે (Government of Gujarat) સીએનજી (CNG) અને ઘરેલું પીએનજી (PNG) ગેસ પર 10 ટકા વેટ ઘટાડવાનો ચૂંટણી (Election) લક્ષી નિર્ણય લેતાં ગેસ સપ્લાયર કંપનીઓએ સીએનજી ગેસના ભાવ ઘટાડયા છે. ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવ કિલોએ 7.17 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાત ગેસનો પ્રતિ કિલો સીએનજીનો ભાવ 82.19 રૂપિયા હતો જે આજથી ઘટીને 75.02 રૂપિયા થયો છે.ગુજરાત ગેસ દક્ષિણ ગુજરાતમાં 3.50 લાખ સીએનજી ગ્રાહકોને ગેસ પુરવઠો આપે છે. તેમને આ નિર્ણયથી સુરતના 1.10 લાખ સીએનજી ઓટો રીક્ષા ચાલક અને 2400 સ્કૂલ વેન ધારકોને મોટી રાહત મળશે.

  • ગુજરાત ગેસના ઘટાડાથી દ.ગુ.માં 3.50 લાખ સીએનજીના વપરાશકાર વાહનચાલકોને લાભ થશે
  • અદાણી ગેસે કિલોએ 7.82 રૂપિયા ભાવ ઘટાડતાં તેના સુરતના મહુવા તાલુકાના અને નવસારીના ગ્રાહકોને લાભ થશે

ગુજરાત ગેસે દાવો કર્યો છે કે,અગાઉની જેમ રાજ્યમાં સૌથી ઓછી કિંમતનો સીએનજી ગેસનો ભાવ GGL નો રહ્યોં છે.1 ઓકટોબરથી આયાતી ગેસના ભાવમાં 40 ટકા સુધી ભાવો વધવા છતાં ગુજરાત ગેસ કંપનીએ ભાવ વધાર્યા ન હતાં.એવી જ રીતે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અને નવસારી જિલ્લામાં સીએનજી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવનાર અદાણી ટોટલ ગેસ લિમિટેડએ સરકારે ઘટાડેલા વેટ દરનો લાભ ગ્રાહકોને પહોંચાડવાની જાહેરાત કરી પ્રતિ કિલોએ CNGની કિંમતમાં 7.82 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.

અદાણી ટોટલ ગેસ કંપનીએ ગુજરાત સરકારના CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને હોમ PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) પર વેટ 15% થી ઘટાડીને 5% કરવાના નિર્ણયને આવકાર્યો છે. આ નિર્ણયથી CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઉદ્યોગને CNG અને હોમ PNGના ભાવમાં રાહત મળશે. હોમ PNG ગ્રાહકોને પણ આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે. ગેસના ભાવમાં થયેલા

ઘરેલુ ગેસના બિલમાં 5 થી 5.50 ટકા સુધીનો ઘટાડો થશે
ગુજરાત સરકારે વેટમાં 10 ટકાનો ઘટાડો કરતાં ઘરેલું પાઇપ નેચરલ ગેસની બિલિંગ સિસ્ટમમાં પ્રતિ ક્યુબીક મીટર દીઠ ભાવ ઘટશે. એક અંદાજ મુજબ ઘરેલુ ગેસના બીલમાં કુલ વપરાશ સામે 5 થી 5.50 ટકા રાહત મળશે. જેને કારણે સુરત સહિત દ.ગુ.માં 4.50 લાખ ગ્રાહકોને લાભ મળશે. સુરતમાં આશરે 2.50 લાખ ગ્રાહકો છે.

Most Popular

To Top