SURAT

ભેળની લારી ચલાવતા યુવાનને સિગારેટ પીવાનું રૂ.9800માં પડ્યું

સુરત : અઠવા ચોપાટી (Chopati) પાસે ભેળની લારી ચલાવનારને રાંદેરમાં પાનના ગલ્લે સિગારેટ (cigarettes) પીવાનું ભારે પડ્યું હતું. સિગારેટ માટે ખિસ્સામાંથી રૂપીયાનું બંડલ કાઢતા જ ત્રણ લુંટારૂઓએ રૂપીયા લુંટવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા ભેળવાળાને ઢીક મુક્કીનો માર મારી રૂ.9800 લુંટી લેવાયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર ઉગત-ભેંસાણ કેનાલ રોડ વીર સાવરકર હાઈટ્સમાં રહેતો પ્રદીપ બાબુભાઈ ગુપ્તા અઠવા ગેટ ચોપાટી પાસે ભેળની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત રાત્રે પ્રદીપ રાંદેર (Rander) ગોમતીનગરના ગેટ પાસે પાનના ગલ્લા ઉપર ગયો હતો.

ગણતરીના કલાકોમાં જ ત્રણ પૈકી બેને ઝડપી પાડ્યા
જ્યાં ૨૦ થી ૨૫ વર્ષના ત્રણ અજાણ્યા ઇસમો હાજર હતા. પ્રદીપે સિગારેટ જોઇતી હોવાનું કહેતા જ ત્રણ અજાણ્યા પૈકી એક એ ‘સીગારેટ લા દેતા હું તેમ કહેતા’ પ્રદીપે ખિસ્સામાંથી વકરાના રૂ.9800 બહાર કાઢતા જ ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદીપે પ્રતિકાર કરતા ત્રણેય જણાએ ઢીકમુક્કીનો માર મારી રૂ. ૯૮૦૦ લુંટી લીધા હતા.આ મામલે પ્રદીપે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા રાંદેર ડી-સ્ટાફ પીએસઆઇ અશ્વિન કુવાડિયાએ માત્ર ગણતરીના કલાકોમાં જ ત્રણ પૈકી બેને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top