Dakshin Gujarat

વાંસદા ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હિંસક હુમલો

ખેરગામ : વાંસદા ચીખલીના (Chikhli) ધારાસભ્ય (MLA) અંનત પટેલના (Anat Patel) નામે ગરબામાં વાયરલ થયેલા એક વિડીયોના પગલે છેલ્લા બે દિવસથી રાજકીય ગરમાવો આવતા આજે ખેરગામમાં ધારાસભ્ય ઉપર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર (Bhikhu Ahir) તેમજ કેટલાક શખ્સોએ હુમલો કરી તેમની ગાડીને પણ નુકસાન કરતા આ ઘટનાના સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા આદિવાસીઓના ટોળે ટોળા તેમજ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો પણ ખેરગામ ઉમટી પડ્યા છે. ઘટનાને પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ખેરગામમાં ઉતરી પડ્યું છે.

થોડા દિવસ પહેલા અંનત પટેલના નામનો એક વિડીયો વાયરલ થયો હતો.
થોડા દિવસ પહેલા અંનત પટેલના નામનો એક વિડીયો વાયરલ થયો હતો. અંનત પટેલ જ ચાલે જે બાબતનો વિડીયો વાયરલ કરનાર યુવાનને કેટલાક ઈસમોએ ઠપકો આપતા વિડીયો ડીલીટ કરી નાખ્યો હતો તેમજ વિડીયો વાયરલ કરનાર યુવાન પાસે માફી મંગાવી હતી. જોકે આ ઘટના બાદ આજે ધારાસભ્ય અંનત પટેલ ખેરગામમાંથી તેમની ગાડીમાં પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ખેરગામ બજારમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરે તેમના સાગરીતો સાથે અંનત પટેલ ઉપર હુમલો કરી તેમની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા.

આદિવાસીઓના ટોળે ટોળા ખેરગામ ઉતરી પડ્યા હતા
અને અમારા કેબિનેટ મંત્રીના વિસ્તારમાં તમે કેમ આવ્યા છો તેમ કહી તને મારી જ નાખીશું તને જીવતો નહીં જવા દઈએ તેમ વારંવાર જણાવતા હતા. ધારાસભ્ય ઉપર હુમલો થતાં ઘટનાની જાણ વાંસદા, ચીખલી, ધરમપુર સહિતના આદિવાસી તાલુકાઓમાં પ્રસરતા આદિવાસીઓના ટોળે ટોળા ખેરગામ ઉતરી પડ્યા હતા. આ લખાઈ છે ત્યારે પણ ખેરગામના મુખ્ય બજારમાં આદિવાસીઓ તેમજ ધારાસભ્યએ પોલીસની હાય હાય તેમજ હુમલાખોરોને ઝડપો એવી માંગ સાથે જાહેર રસ્તા ઉપર બેસી ગયા છે. ઘટનાને પગલે નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય તેમજ જિલ્લાનું પોલીસ તંત્ર ખેરગામ ખાતે ઉતરી પડ્યું હતુ.

ટોળાએ પત્રકારને ધક્કે ચઢાવી કપડા ફાડી નાંખ્યા
ખેરગામમાં થયેલી બબાલમાં ટોળાએ ખેરગામના પત્રકાર જેઓ સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન ટોળાએ ધક્કે ચઢાવી તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. જેના પત્રકાર જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

હુમલાખોરોની ધરપકડ નહીં થાય તો રસ્તા ઉપર ઉતરવાની કોગ્રેસની ચીમકી
વલસાડ : ખેરગામમાં વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો થવાની ઘટનાના પડઘા કપરાડા તાલુકામાં પડ્યા છે. મોટી સંખ્યામાં આદિવાસીઓ ખેરગામ પહોચી રહ્યા છે. ત્યારે કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પટેલે સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કર્યો છે, જેમાં અનંત પટેલ ઉપર હુમલો કરનારને તાત્કાલિક અસરથી ધરપકડ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ આવતીકાલે સવારથી રસ્તા ઉપર ઉતરી આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પટેલે જણાવ્યું કે અમારા આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ ઉપર કરાયેલો હુમલો નીંદનીય છે. જો હુમલો કરનારની ત્વરિત ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે સવારથી આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરશે. કોગ્રેસ.પ્રમુખે જણાવ્યું હતું.

Most Popular

To Top