Dakshin Gujarat

ચાખલી પાસે પોલીસે પીછો કરતા ખાડામાં ઉતરી ગયેલી કારમાંથી દારૂનો જથ્થા ઝડપાયો

ઘેજ : ચીખલી (Chikhli) પોલીસે (Police) પીછો કરતા ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં ખાડામાં ઉતરી જતા તેમાંથી 56,640 રૂપિયાનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થા સહિત 3.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ અને અન્ય બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ગતરોજ સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા રાનકૂવા સર્કલ પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને અટકાવવાનો પ્રવાસ કરતા ચાલકે હંકારી મૂકી હતી. જેને પગલે પોલીસે પીછો કરતા રેઠવાણિયાથી ચાસા જતા રોડ ઉપર કાર રોડની સાઈડ ખાડામાં ઉતરી જતા વિદેશી દારૂની બોટલ નંગ 185 નો 56,640 રૂપિયાનો જથ્થો કારમાંથી મળી આવતા સફેદ રંગની મારૂતિ બ્રેઝા કાર અને મોબાઈલ સાથે 3,61,640- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી- રોહિત લક્ષ્મણભાઈ પટેલ (રહે. અરિહંત ગાર્ડન ચણોદ)ને ઝડપી લઇ જથ્થો ભરાવનાર દમણનો ફારૂક તથા મંગાવનાર એક અજાણ્યો મળી બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવાસાના તહેવારને પગલે ઘરમાં ભેગો કરાયેલો દારૂનો જથ્થો ઝડપાયો
પારડી : દર વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દિવાસાના તહેવારની ઉજવણી ધામધૂમથી કરાય છે. દિવાસાના બીજા દિવસથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતી હોવાથી આગલા દિવસે શોખીન લોકો દારૂની મહેફિલ માણતા હોય છે. ત્યારે બુટલેગરો સંઘપ્રદેશ દમણથી દારૂની હેરાફરી કરતા હોય છે. દિવાસાના તહેવારને લઇ ગટર અમાસની ઉજવણી અર્થે વેચવા ઘરમાં ભેગો કરાયેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી એકની ધરપકડ કરી હતી. પારડીના ઉમરસાડી માછીવાડ તરીયાવાડ ટીવી સ્ટ્રીટમાં મહેશ ભગવાન ટંડેલે ઘરમાં દારૂનો જથ્થો વેચવા અર્થે એકત્ર કર્યો હતો. જેની બાતમી પારડી પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરી તલાશી લેતા ઘરના બાથરૂમમાંથી પ્લાસ્ટિકના થેલામાં રાખેલો અલગ અલગ બ્રાન્ડની બીયર નંગ 100, જેની કિં.રૂ.10,000નો જથ્થો મળી આવતા મહેશ ટંડેલની પ્રોહિ.એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top